ETV Bharat / bharat

AMRIT UDYAN Rashtrapati Bhavan: રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલાયું, હવે ‘અમૃત ઉદ્યાન’ તરીકે ઓળખાશે

કેન્દ્ર સરકારે શનિવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન રાખ્યું છે. જેની થીમ ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે 'અમૃત મહોત્સવ' રાખવામાં આવી છે. આ વર્ષે પણ તે 31મી જાન્યુઆરીથી ખુલશે. આ ગાર્ડનમાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબની વિવિધ પ્રજાતિઓના ફૂલો જોવા માટે આવે છે.

RASHTRAPATI BHAVAN MUGHAL GARDENS RENAMED AS AMRIT UDYAN

author img

By

Published : Jan 28, 2023, 6:41 PM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શનિવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા મુગલ ગાર્ડનનું નામ બદલીને 'અમૃત ઉદ્યાન' રાખ્યું છે. ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે 'અમૃત મહોત્સવ'ની થીમને અનુરૂપ કેન્દ્ર સરકારે મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન રાખ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી નાવિકા ગુપ્તાએ જણાવ્યું હતું કે, "આઝાદી કા અમૃત મહોત્સવ" તરીકે આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસર પર, ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવન બગીચાને 'અમૃત ઉદ્યાન' તરીકે સામાન્ય નામ આપ્યું છે.

15 એકરના વિશાળ વિસ્તરણમાં ફેલાયેલું અમૃત ઉદ્યાન: જમ્મુ અને કાશ્મીરના મુગલ ગાર્ડન્સ, તાજમહેલની આસપાસના બગીચાઓ અને રાષ્ટ્રપતિ મહેલના આત્મા તરીકે ભારત અને પર્શિયાના લઘુચિત્ર ચિત્રોથી તેની પ્રેરણા મેળવે છે. સર એડવિન લુટિયન્સે 1917 ની શરૂઆતમાં જ અમૃત ઉદ્યાનની ડિઝાઇનને આખરી ઓપ આપી દીધો હતો, જો કે, વર્ષ 1928-1929 દરમિયાન જ તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

  • The collective identity of all the gardens at Rashtrapati Bhavan will be 'Amrit Udyan'. Earlier there were descriptive identities, now a new identity has been given to the gardens. Amrit Udyan will be opened for the people (from 31st Jan): Ajay Singh, Press Secretary to President pic.twitter.com/pstMtj6mYF

    — ANI (@ANI) January 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમૃત ઉદ્યાન પ્રવાસીઓ માટે આકર્ષણનું મોટું કેન્દ્ર: રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન પ્રવાસીઓ માટે આકર્ષણનું મોટું કેન્દ્ર છે. અહીં બ્રિટિશ અને મુઘલ બંને ગાર્ડનની ઝલક જોવા મળે છે. તેને બનાવવા માટે, એડવિન લ્યુટિયન્સે આ ગાર્ડનને બનાવવા માટે સૌ પ્રથમ દેશ-વિદેશના ગાર્ડનોનો અભ્યાસ કર્યો હતો. આ બગીચામાં રોપા વાવવામાં એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અમૃત ઉદ્યાન અત્યાર સુધી ફક્ત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં યોજાતા વાર્ષિક ઉત્સવ ઉદ્યાન ઉત્સવ દરમિયાન જ જાહેર જનતા માટે ખોલવામાં આવતું હતું પરંતુ હવે ઓગસ્ટથી માર્ચ સુધી જાહેર લોકો માટે ખુલ્લું રહેશે.

રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલાયું

આ પણ વાંચો Narendra Modi in Bhilwara : ભગવાન દેવનારાયણનો જન્મ કમળ પર થયો હતો અને અમારો જન્મ પણ કમળ પર થયો : PM Modi

ઉદ્યાન સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 29 જાન્યુઆરી રવિવારના રોજ અમૃત ઉદ્યાન સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. તે 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી બે મહિના માટે ખુલ્લું રહેશે. ઉદ્યાન ખુલવાનો સમય સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધીનો રહેશે. તે 28 માર્ચે ખેડૂતો માટે, 29 માર્ચે દિવ્યાંગો માટે અને 30 માર્ચે પોલીસ અને સેના માટે ખોલવામાં આવશે.

આ પણ વાંચો Myanmar News: મ્યાનમારની સૈન્ય સરકારનો નવો રાજકીય પક્ષ કાયદો વિપક્ષો માટે ઉભી કરશે મુશ્કેલી

નામ બદલવાની ઘટનાઓ: સરકાર દ્વારા સમયાંતરે અનેક સ્થળોના નામ બદલવામાં આવ છે. આ ક્રમમાં ઘણી ઇમારતો, સંસ્થાઓ અને રસ્તાઓના નામ બદલવામાં આવ્યા છે. આયોજન પંચનું નામ નીતિ આયોગ, ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ અરુણ જેટલી સ્ટેડિયમ, ઔરંગઝેબ રોડનું નામ બદલીને અબ્દુલ કલામ રોડ અને રેસકોર્સ રોડનું નામ લોક કલ્યાણ માર્ગ રાખવામાં આવ્યું છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.