ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - એસ્ટ્રોલોજી

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરૂવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ....

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : May 22, 2021, 6:27 AM IST

મેષ: લાંબાગાળાનું આર્થિક આયોજન કરવા માટે સાનુકૂળ દિવસ છે. આર્થિક અને વ્‍યાવસાયિક દૃષ્ટિએ લાભદાયક દિવસ હોવાનું લાગે છે. તન મનથી સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. મિત્રો સ્‍વજનો તરફથી ભેટ સોગાદ મળે, તેમની સાથેનો સમય આનંદમાં પસાર થાય. તેમની સાથે કોઇ સમારંભ કે પર્યટનમાં જોડાવાની શક્યતાઓ ઊભી થાય. સદભાવના સાથે કરેલું પરોપકારનું કાર્ય આપને આંતરિક ખુશી આપશે.

વૃષભ: આજે આપની વાણીનો જાદૂ કોઇને અભિભૂત કરીને આપને લાભ અપાવશે. વાણીની સૌમ્‍યતા નવા સંબંધો બાંધવામાં સહાય કરશે. શુભકાર્ય કરવાની પ્રેરણા થાય. વાંચન- લેખન જેવી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં અભિરૂચિ વધશે. મહેનતનું અપેક્ષ‍િત પરિણામ ન મળવા છતાં આપના કામમાં ખંત અને ચીવટ આપની પ્રગતિ કરશે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરી શકશે. પ્રિયજનની મુલાકાત શક્ય બને. પેટની તકલીફ પરેશાન કરે.

મિથુન: દ્વિધામાં અટવાતું આપનું મન અગત્‍યના નિર્ણયો લેતા અટકાવશે માટે વિચારોમાં સ્પષ્ટતા લાવવી પડશે અને તમારી કાર્યશૈલી તેમજ વિચારશૈલીને કોઈ ચોક્કસ દિશા આપવી પડશે. વધુ પડતી લાગણીશીલતા આપની મક્કમતાને ઢીલી બનાવી શકે છે માટે થોડા વ્યવહારુ બનજો. પાણી તથા અન્‍ય પ્રવાહી પદાર્થોથી કાળજી રાખવી. પરિવાર કે જમીન મિલકતને લગતી બાબતો અંગેની ચર્ચા અને પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવે છે. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા માટે તમે મેડિટેશન અને આધ્યાત્મિકતાનો સહારો લઈ શકો છો.

કર્ક: આજે આપ આપના કામમા સફળતા મેળવી શકશો, જેના કારણે આપના આનંદ-ઉત્સાહમાં ઘણો વધારો થશે. આપને તાજગી અને સ્ફૂર્તિનો અહેસાસ થશે. આજે આપ મિત્રો અને સગા-વ્હાલાને મળશો તેમજ તેમની સાથે પ્રવાસ પર્યટન પર જાવ તેવી પણ શક્યતા છે. નસીબ આપની તરફેણમાં છે. ઓફિસમાં આપના પ્રતિસ્પર્ધીઓ આપની સામે હાર કબૂલશે.

સિંહ: આપનો દિવસ મિશ્ર ફળ આપનારો રહેશે. લાંબાગાળાના આયોજન કરશો તો આપ મુંઝવણમાં મુકાઇ જાવ તેવી શક્યતા છે. કામમાં યથાસ્થિતિ જાળવી રાખવી. આપના કામમાં ધારણા પ્રમાણે સફળતા મેળવવી હોય તો મહેનતના કલાકો વધારવા પડશે. કુટુંબમાં માહોલ સુમેળભર્યો રહેશે. દૂર રહેતા મિત્રો અને સંબંધીઓ સાથે સંદેશ વ્યવહારથી લાભ થશે. આપની આવક કરતા ખર્ચ વધારે રહેશે. આપના ઉગ્ર સ્વભાવને કારણે આપનું કામ બગડી શકે છે માટે સ્વભાવને અંકુશમાં રાખવો.

કન્યા: આજના લાભદાયી દિવસે આપની વૈચારિક સમૃદ્ધિ વધશે. વાક્ચાતુર્ય અને મીઠી વાણીથી આપ સુમેળભર્યા લાભપ્રદ સંબંધો વિકસાવી શકો. ઉત્તમ ભોજન, ભેટ, ઉપહારો અને સુંદર વસ્‍ત્રોની પ્રાપ્તિ થાય. શરીર તેમજ મનની સ્‍વસ્‍થતા જળવાય. સુખ આનંદની પ્રાપ્તિ, જીવનસાથેની નિકટતા અને પ્રવાસ પર્યટનથી આપનો આજનો દિવસ ખુશહાલ રહેશે.

તુલા: ક્રોધને વશમા રાખશો તો આજે કોઇ સાથે ઝગડો કે તકરાર ટાળી શકશો. કુટુંબના સભ્‍યો સાથે પણ કોઇ બાબતે વાણી અને વ્યવહારમાં વિનમ્રતા અને સહકારની ભાવના રાખવી. સ્‍વાસ્‍થ્‍ય સારું જળવાઈ રહે તે માટે ભોજન અને આરામમાં નિયમિતતા જાળવવી. વિશેષ કરીને આંખોને લગતી તકલીફ હોય તેમણે સાચવવું. અકસ્‍માતથી સંભાળવું. કોર્ટકચેરીના કામકાજો શક્ય હોય ત્યાં સુધી આજે છંછેડવા જેવા નથી. આધ્યાત્મિકતા અને ઇશ્વરભક્તિથી મનને શાંતિ મળશે.

વૃશ્ચિક: આપનો આજનો દિવસ લાભકારી નીવડશે. નોકરી- ધંધા વ્‍યવસાયમાં આપને લાભની પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મિલન મુલાકાત અને પર્યટન પર જવાનું થશે. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓને યોગ્‍ય પાત્ર મળે. પુત્ર અને પત્‍નીથી લાભ થાય. વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો આજે લાભકારી નીવડે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્‍થળે પર્યટનનું આયોજન કરો. ભેટસોગાદો મળવાથી લાભ થાય. ઉપરી અમલદારો ખુશ રહે. આજે સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરો.

ધન: આજનો દિવસ આપના માટે શુભ હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપ આર્થિક બાબતોનું આયોજન સારી રીતે કરી શકો. આજે આપ અન્‍ય લોકોને મદદરૂપ થવાનો પ્રયત્‍ન કરો. આજે દરેક કાર્ય સફળતાથી પૂર્ણ થાય. બિઝનેસ અંગેનું આયોજન થાય. આનંદપ્રમોદ સાથે દિવસ પસાર થાય. વેપાર અર્થે પ્રવાસની સંભાવના છે. વિચારોમાં વધુ દૃઢતા સાથે ઉપરી અધિકારીઓથી લાભ થાય. હોદ્દામાં બઢતી મળે. માન- સન્‍માન મળે. ગૃહસ્‍થજીવનમાં આનંદ રહે. પિતા અને વડીલવર્ગ તરફથી લાભ થાય.

મકર: આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે, પરંતુ બૌદ્ધિક કાર્યો કરવા માટે આજે શુભ દિવસ છે. આજે લેખન પ્રવૃત્તિ કે સાહિત્યિકને લગતી કોઇપણ પ્રવૃત્તિ સારી રીતે કરી શકશો. આ અંગે આપ આયોજન પણ ઘડી શકો. સરકારી કાર્યોમાં પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડે. શરીરમાં થોડો થાક અને કંટાળો રહે. મનની પરિસ્થિતિ ચિંતાગ્રસ્‍ત રહો.

કુંભ: વધુ પડતા વિચારોથી આજે માનસિક થાક અનુભવશો. બિનજરૂરી વિચારોના બોજથી દૂર રહેવું. ક્રોધની લાગણી અંકુશમાં રાખવી. કાયદા વિરોધી અથવા પ્રતિષ્ઠા ખંડિત થાય તેવા કાર્યો અને નકારાત્‍મક વિચારોથી વેગળા રહેવું. વાણી પર સંયમ રાખશો એટલું અસરકારક કમ્યુનિકેશન કરી શકશો. પરિવારમાં કોઈની સાથે વિવાદ ટાળવાની સલાહ છે. નાણાંભીડથી બચવા આર્થિક મોરચે પૂર્વાયોજન કરવું. ઇશ્વરનું નામ અને આધ્યાત્મિક વિચારો આપના મનને હળવું બનાવશે.

મીન: આપના આજના દિવસે લેખક, કલાકાર અને કસબીઓને પોતાનો હુન્‍નર તેમજ પ્રતિભા દેખાડવાની તક સાંપડશે. વ્‍યવસાયમાં ભાગીદારી માટે શુભ સમય છે. રોજિંદી ઘટમાળમાંથી મુક્ત થઇને આપ આજે મનોરંજનની દુનિયામાં ફરશો. સ્‍વજનો, દોસ્‍તો સાથે પાર્ટી કે પિકનિકનું આયોજન થાય. નાટક, સિનેમા, મનોરંજનના સ્‍થળની મુલાકાતથી આપ આજે આનંદિત રહેશો. દંપતીઓ એકબીજાની વધુ નિકટતા માણી શકશે. જાહેરજીવનમાં નામના મળે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.