ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ...

જૂઓ રાશિફળ...
જૂઓ રાશિફળ...
author img

By

Published : May 3, 2021, 6:21 AM IST

મેષ : પરિવાર અને બાળકો તરફથી આપ ખુશી અને સંતોષ મેળવી શકશો. આપ મિત્રો અને સગા – સંબંધીઓથી ઘેરાયેલા રહેશો. ધંધા અને વ્યવસાય માટે બહાર જવાનું થાય અને આપની મુસાફરી ફાયદાકારક રહે. વ્યવસાયમાં આપ રૂપિયા તેમ જ માનપાન મેળવી શકશો. નોકરીમાં બઢતી મળી શકે. આપને ચેતવવામાં આવે છે કે આપે પાણી, અગ્નિ અને અકસ્માતથી સંભાળવુ પડશે. કામનું ભારણ વધારે રહેશે.

વૃષભ : આજનો દિવસ વેપારી વર્ગ માટે સારો જણાઇ રહ્યો છે. તેઓ નવી યોજનાઓ બનાવી શકશે. નવા વ્યવસાયમાં પણ તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે. જેમના મિત્રો વિદેશમાં રહેતા હશે તેમના સમાચાર મળતા આનંદ અનુભવશો. આપે લાંબો પ્રવાસ ખેડવો પડે તેવી શક્યતા છે. આપ કોઇ ધાર્મિક સ્થળે દર્શન માટે જાવ તેવી પણ શક્યતા છે. કામના વધુ પડતા ભારણને કારણે આપ થાક અને કંટાળો અનુભવશો.

મિથુન : આજે દરેક કાર્યોમાં અને લોકો સાથે વર્તનમાં સાવધાનીપૂર્વક આગળ વધવાની સલાહ આપવામાં આવે છે. બીમાર દર્દીએ નવી સારવાર કે ઓપરેશન ન કરાવવું. ક્રોધને અંકુશમાં રાખવાની સલાહ છે. મગજ શાંત રાખવું. આજે કોઈપણ ખોટા કાર્યોથી અંતર રાખવું. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા માટે પુરતો આરામ અને સમયસર ભોજન લેવાની સલાહ છે. ઘરમાં કે બહાર ઓછું બોલવાથી વાદવિવાદ કે મનદુ:ખ ટાળી શકશો. વધારે પડતો ખર્ચ થવાથી આર્થિક તંગી અનુભવાય. ઇશ્વરની આરાધના કે જાપ કરવાથી મનને શાંતિ મળે.

કર્ક : આપનો વર્તમાન દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી પસાર થશે. એશઆરામ અને મનોરંજનને લગતી પ્રવૃત્ત‍િઓનો ભરપૂર આનંદ માણી શકો. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ રહેશે અને વિજાતીય વ્‍યક્તિ સાથેનું મિલન તથા પ્રેમીઓ વચ્‍ચેની મુલાકાત રોમાંચક રહેશે. વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય. ભાગીદારીમાં લાભ સારું લગ્‍નસુખ મળે. નાની યાત્રા કે યાદગાર પર્યટન થાય. સમાજમાં આપનું માન- સન્‍માન વધે.

સિંહ : આપનું મન આજના દિવસે નજીવી બાબતે પણ ચિંતાથી ઘેરાયેલું રહેશે. થોડીક ઉદાસીનવૃત્તિ અને શંકા તમારા મનને આજે હળવું નહીં રહેવા દે. કોઇક કારણસર આપની રોજિંદા કાર્યોમાં વિઘ્‍ન આવે તો અકળાયા વગર ધીરજથી કામ લેવાની સલાહ છે. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર આજે ઓછો મળે. ઉપરી અધિકારીઓથી સંભાળીને રહેવું. કરેલા કાર્યોનું વળતર મળવામાં પણ વિલંબ થઈ શકે છે.

કન્યા : વિદ્યાર્થીઓ માટે વર્તમાન સમય થોડોક મહેનત માંગી લે તેવો જણાઈ રહ્યો છે. સંતાનોની કોઇને કોઇ બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેવાથી અન્ય બાબતોમાં ઓછુ ધ્યાન આપી શકો. પ્રિયપાત્રોની મુલાકાત આનંદ આપી જશે. શેરસટ્ટામાં સંભાળીને ચાલવું. મન ખુશ રહે તેવી બાબતોમાં ધ્યાન આપવાની સલાહ છે. બૌદ્ધિક ચર્ચાઓ આજે ન કરવાની સલાહ આપવામાં આવે છે.

તુલા : આજના દિવસે આપ માનસિક થાક અને બેચેનીનો અનુભવ કરશો માટે વધુ પડતું કામનું ભારણ ટાળવું. માતા અને સ્‍ત્રી સંબંધિ ચિંતા આપને રહે. જમીન મિલકતને લગતા દસ્‍તાવેજો કરવામાં સાવધાની રાખવી. મુસાફરી માટે આજનો સમય અનુકૂળ નથી. પરિવારમાં દરેકની સાથે સહકારની ભાવના રાખવી. જાહેરજીવનમાં વધુ પડતા સક્રિય રહેવાનો મોહ છોડવો.

વૃશ્ચિક : આપનો વર્તમાન સમય આપને નાણાકીય લાભ અપાવશે અને ભાગ્‍યવૃદ્ધિ કરશે. સહોદરો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. નવું કાર્ય હાથ પર લેવા માટે શુભ સમય છે. પ્રિયતમાનું સાનિધ્‍ય મનને આનંદ આપે. નાનકડા પ્રવાસનું આપ આયોજન કરી શકો. માનસિક પ્રસન્‍નતા રહે. હરીફો સામે વિજય મળે.

ધન : આપનું મન આજે એકસાથે ઘણા વિચારોમાં અટવાયેલું રહેશે. જેથી આપ કોઇ ચોક્કસ નિર્ણય પર ન આવી શકો. પરિવારમાં સૌહાર્દ વાતાવરણ જાળવી રાખવા માટે વધુ પ્રયાસ કરવા પડે. નિર્ધારિત કાર્યો પાર પાડવા માટે મહેનત વધારવી પડશે અને બીજાની મદદની પણ જરૂર પડે. મહત્‍વના નિર્ણયો આજે ન લેવાની સલાહ આપવામાં આવે છે. ઘર કે નોકરીમાં કાર્યબોજ વધશે.

મકર : ઇશ્વરના નામ સ્‍મરણ સાથે આજે આપની શુભ સવારની શરૂઆત થશે. ધાર્મિક પૂજનવિધિ થાય. ગૃહસ્‍થ જીવનમાં મંગલકારી વાતાવરણ રહે. દોસ્‍તો, સગાંસ્‍નેહીઓ આપને ભેટસોગાદોથી ખુશ કરી દેશે. નોકરી- ધંધાના સ્‍થળે પણ આજે આપનું પ્રભુત્‍વ રહેશે. ઉપરી અધ‍િકારીઓ તમારા કામથી સંતુષ્‍ટ રહેશે ને તમારા પર ખુશ રહેશે. આપના કાર્યો આજે સરળતાપૂર્વક પાર પડે. આજે આપ અનુકૂળ પરિસ્થિતિનો લાભ લઇ શકશો. માનસિક શાંતિ જળવાશે. શારીરિક પીડાથી સંભાળવું.

કુંભ : આપે આજે કોઇના જામીન ન બનવાની તેમજ કોઇની સાથે પૈસાની લેવડ-દેવડમાં શક્ય હોય ત્યાં સુધી લેખિત નોંધ રાખવી. ખર્ચ અંકુશમાં રાખવો અને નાણાંનું અગાઉથી આયોજન કરવું. તન મનમાં સ્વસ્થતા જાળવવા માટે કામ અને સંબંધો વચ્ચે સંતુલન રાખવાની સલાહ છે. સ્વજનો સાથે સહકાર અને આદરની ભાવના રાખવી. આપ કોઇનું ભલુ કરો ત્યારે તમે પોતે કોઈ પળોજણમાં ફસાઈ ના જાવ તેનું ધ્યાન રાખવાની સલાહ છે.

મીન : આજના દિવસે આકસ્મિક ધનલાભની શક્યતા દેખાઈ રહી છે. ઘરમાંથી તેમજ સંતાનો તરફથી શુભ સમાચાર મળે. જૂના મિત્રો સાથે આનંદદાયક મુલાકાત થાય. નવા મિત્રો જોડે સંપર્ક થાય. જે ભવિષ્‍યમાં આપને ખૂબ લાભદાયી નીવડશે. સામાજિક પ્રસંગે બહાર જવાનું થાય અથવા તેમાં અભિરૂચિ લો. વ્‍યાવસાયિક અને આર્થિક ક્ષત્રે લાભ તેમજ આવકવૃદ્ધિ થાય. રમણીય સ્‍થળે પ્રવાસ પર્યટનનું આયોજન કરશો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.