- ચમોલીના મંડલ ક્ષેત્રની 1870 મીટરની ઉંચાય પર દેખાયું આ દુર્લભ ઓર્કિડ
- ઓર્કિડનું નામ 'સિફલાન્થેરા ઈરેક્ટા વર આબ્લિાંસઓિલાટા' છે
- ભારતીય વનસ્પતિ સર્વેએ આપી માન્યતા
હલ્દ્વાની : ઉત્તરાખંડ વન સંશોધન કેન્દ્રએ વધુ એક ઉપલબ્ધી પોતાને નામ કરી છે. આ વખતે કેન્દ્રએ ઓર્કિડની દુર્લભ પ્રજાતીની ખોજ કરી છે. આ ઓર્કિડનું નામ ' સિફલાન્થેરા ઈરેક્ટા વર આબ્લિાંસઓિલાટા ' ( Cephalanthera erecta var sublanceolata ) છે. જેને વન વિભાગની સંશોધન ટીમે ચમોલી જિલ્લાના મંડલ ક્ષેત્રમાં જંગલોમાં શોધી કાઢ્યુ છે. દેશમાં પહેલીવાર ઓર્કિડની આ પ્રજાતી દેખાઈ છે જેને હવે ભારતીય વનસ્પતિ સર્વે ( Botanical Survey of India ) એ પણ માન્યતા આપતા સત્તાવાર રીતે વનસ્પતિઓની લીસ્ટમાં દાખલ કર્યું છે.
જાણકારી અનુસાર આ વર્ષે મે મહિનામાં રિસર્ચ ટીમમાં હાજર રેન્જ ઓફિસર હરીશ નેગી અને જૂનિયર રિસર્ચ ફેલો મનોજ સિંહએ મંડળના 1870 મીટરની ઉંચાઈ પર સ્થિત બાંજ - બુરાંસના જંગલથી ઓર્કિડની નવી પ્રજાતી ' સિફલાન્થેરા ઈરેક્ટા વર આબ્લિાંસઓિલાટા ' ( Cephalanthera erecta var sublanceolata ) ની ખોજ કરી છે. મંડળ ક્ષેત્ર ઓર્કિડની દ્રષ્ટીએ ખુબ જ સમૃદ્ધ માનવામાં આવે છે.
વન સંશોધન વર્તુળના મુખ્ય સંશોધક સંજીવ ચતુર્વેદીએ કહ્યું કે, નવી પ્રજાતીની ઓર્કિડ મડ્યા બાદ ભારતીય વનસ્પતિ સર્વે ( BSI ) માં પરીક્ષણ માટે મોકલાયુ હતું. ત્રણ મહિના બાદ BSIથી જવાબ આવ્યો છે. ટેસ્ટીંગમાં સામે આવ્યું છે કે દેશમાં પહેલીવાર ઓર્કિડની આ પ્રજાતિ મળી છે.
ગત વર્ષે પણ 3800 મીટરની ઉંચાઈ પર એક દુર્લભ ઓર્કિડની ખોજ કરાઈ હતી
સંજીવ ચતુર્વેદીએ કહ્યું કે, ગયા વર્ષે પણ આ ટીમે ચમોલી જિલ્લામાં 3800 મીટરની ઉંચાઈ પર ઓર્કિડ ' લિપારિસ પિગ્નિયા' ની દુર્લભ પ્રજાતિની ખોજ કરી હતી, જેને ભારતમાં 124 વર્ષ પછી ફરી દેખાઈ હતી. આ સાથે જ પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં પણ તેની પહેલીવાર ખોજ કરાઈ હતી. હાલમાં જ થયેલી ખોજમાં મળી આવેલી ' સિફલાન્થેરા ઈરેક્ટા વર આબ્લિાંસઓિલાટા ' ( Cephalanthera erecta var sublanceolata ) ઓર્કિડને BSIએ નેલુમ્બો પત્રિકાના પોતાની લેટેસ્ટ આવૃત્તિમાં સેફલાંથેરા ઈરેક્ટા વેરના ઉમેરાની પુષ્ટિ કરી. ઉત્તરાખંડ દેશ અને વિશ્વમાં તેની જૈવવિવિધતા માટે પ્રખ્યાત છે. ચમોલીમાં પ્રથમ વખત ઓર્કિડની આ નવી પ્રજાતિ મેળવવી પણ આ વાતની સાબિતી આપે છે.
ઉલ્લેખનિય છે કે , ગત 30 જૂલાઈએ તમોલી જિલ્લાના મંડળ ક્ષેત્ર ગોપેશ્વરની ખલ્લા પંચાયત અંતર્ગત 6 એકરમાં ઉત્તરાખંડ વન વિભાગની સંશોધન વિંગએ એક ઓર્કિડ સંરક્ષણ કેન્દ્રની સ્થાપના કરી છે. જે ઉત્તરભારતનું પહેલુ ઓર્કિડ સંરક્ષણ કેન્દ્ર ( orchid conservation center ) પણ છે. અહીં ઓર્કિડની લગભગ 70 પ્રજાતિયોને સુરક્ષિત કરાઈ છે.