- હૈદરાબાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના
- સાંસદ રેવથ રેડ્ડીએ પણ સોમવારે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી
- લોકોએ કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માગ કરી
હૈદરાબાદ: તાજેતરમાં તેલંગાણાના હૈદરાબાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની આચર્યુંની ઘટના બની હતી. જેમાં દુષ્કર્મ આચર્યા બાદ બાળકીની હત્યા કરવામાં આવી હતી. આ કેસે હૈદરાબાદના દરેક લોકો ગુસ્સે ભરાયા છે અને આરોપીને સખત સજાની માગ કરી રહ્યા છે. દરમિયાન, તેલંગાણા સરકારના પ્રધાનોએ જણાવ્યું કે, અમે તેને જલ્દીથી શોધીશું અને તેનો સામનો કરીશું.
તેલંગાણા સરકારનું નિવેદન
તેલંગાણા સરકારના પ્રધાન મલ્લા રેડ્ડીએ હૈદરાબાદ કેસ સંદર્ભે નિવેદન આપ્યું અને વહેલી તકે ન્યાય મેળવવાની વાત કરી હતી. મલ્લ રેડ્ડીએ જણાવ્યું કે, આરોપીને શ્ખ્ત સજા મળવી જોઈએ, અમે તેની ધરપકડ કરીશું અને પછી એન્કાઉન્ટર કરીશું. મંત્રીએ ખાતરી આપી કે તેઓ ટૂંક સમયમાં પીડિત પરિવારને મળશે, તેમને મદદ કરશે. અમે પરિવારને કોઈપણ રીતે મદદ કરવા માંગીએ છીએ. આ બાબતને આગળ લઈ જઈને તેમણે એન્કાઉન્ટરની વાત કરી અને કહ્યું કે અમે આરોપીઓને છોડશું નહીં.
આ પણ વાંચો: દુષ્કર્મના આરોપીને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યો
લોકોએ કેન્ડલ લાઇટ માર્ચ યોજી ન્યાયની કરી માગ
હૈદરાબાદની ઘટનાને લઇને સાંસદ રેવથ રેડ્ડીએ પણ સોમવારે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી અને આવી જ માંગણી કરી હતી. હૈદરાબાદ સહિત તેલંગણાના વિવિધ વિસ્તારોમાં પ્રદર્શન હવે ઉગ્ર બની રહ્યું છે અને લોકોએ કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માગ કરી છે.
આ ઘટના 9 સપ્ટેમ્બરના રોજ બની
બાળકીનો મૃતદેહ બંધ મકાનમાંથી મળી આવ્યો હતો. પોલીસ આ કેસમાં 30 વર્ષના એક વ્યક્તિને શોધી રહી છે. જે પાડોશમાં રહેતો હતો. પોલીસ દ્વારા 15 ટીમો બનાવવામાં આવી છે. જે આ વ્યક્તિને શોધી રહી છે.
આ પણ વાંચો: નવસારીમાં મહિલા મંડળ દ્વારા હાથરસ દુષ્કર્મના આરોપીઓને ફાસી આપવાની માગ
મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં પણ આરોપીઓની તપાસ શરૂ
મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં પણ આરોપીઓની તપાસ ચાલુ છે. હૈદરાબાદ પોલીસે આરોપી પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. જેથી આરોપીને વહેલી તકે પકડી શકાય. આ મુદ્દે તેલંગાણાના રાજકારણમાં ઉછાળો લાવ્યો છે. તેથી પોલીસ પર વહેલી તકે કાર્યવાહી કરવા માટે દબાણ છે.