દક્ષિણ કન્નડ: પુત્રએ એવું શરમજનક કૃત્ય કર્યું કે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. પુત્રએ માતા પર બળાત્કાર (Rape In South Kannada) ગુજારવાની ઘટનાને અંજામ આપ્યો છે. આ ચોંકાવનારો કિસ્સો દક્ષિણ કન્નડ (South Kannada Districr Karnataka) જિલ્લાના એક ગામમાંથી સામે આવ્યો છે.'
દુષ્કર્મ બાદ આપી જાનથી મારી નાંખવાની ધમકી
35 વર્ષના પુત્રએ તેની 58 વર્ષની માતા પર એક નહીં પરંતુ, 2 વખત રેપ (Women Situation In India) કર્યો હતો. મધરાત્રે માતા-પુત્ર બંને જમ્યા બાદ સુઈ ગયા હતા ત્યારે આ ઘટનાને અંજામ (Crime Against Women In India) આપવામાં આવ્યો હતો. રાત્રે 3 વાગ્યાની આસપાસ પુત્ર અચાનક તેની માતાના રૂમમાં ગયો અને તેની સાથે બળજબરી (harassment of women at home In Karnataka) કરવા લાગ્યો. તેણે તેની માતાના મોઢામાં કપડું બાંધીને દુષ્કર્મ આચર્યું હતું અને આ ગુનો છુપાવવા તેણે તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: Harni Road Vadodara Rape Case: સગીરા સાથે બસમાં દુષ્કર્મ, પોલીસે એક સગીર આરોપીને ઝડપ્યો - અન્ય 2 ફરાર
પોલીસે કપાતર દીકરાને કસ્ટડીમાં લીધો
બીજા દિવસે સવારે તેણે ફરીથી તે જ કર્યું, જેના પછી માતા પોતાને બચાવવા ભાગી ગઈ. તે ઘાયલ હાલતમાં હોસ્પિટલ પહોંચી, જ્યાં સારવાર બાદ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે કેસ નોંધી લીધો છે અને દીકરાને કસ્ટડીમાં લઇ લીધો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના દરમિયાન દીકરાની પત્ની તેના પિયર ગઈ હતી.
આ પણ વાંચો: Rape case In surat: સુરતમાં દુષ્કર્મ આચર્યાનો કેસ આવ્યો સામે, આરોપીની કરાઇ ધરપકડ