ઉત્તરાખંડના મેદાન વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
ભારે વરસાદને કારણે દહેરાદૂનના ઘણા વિસ્તારોમાં તબાહી
પાણીની આવક થતા જ નદીનો પરનો પુલ ધરાશાયી
ડોઇવાલા ( ઉત્તરાખંડ ): વરસાદને કારણે નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત, મેદાન વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ વખતે, વરસાદથી પુરગ્રસ્ત થયેલી નદીઓએ રાજધાની દહેરાદૂનના ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી છે. આજે શુક્રવારે સવારે જ બરસાતી નદીમાં વધારે પાણી આવતા માલદેવતા તરફ જતો રસ્તો ધોવાઈ ગયો હતો. આ દરમિયાન રાણીપોઘરી સ્થિત નદીમાં ભારે પાણીની આવક થતા જ નદીનો પરનો પુલ તૂટી પડ્યો હતો.
આ પણ વાંચો: ઉત્તરાખંડના ચમોલીમાં રેસ્ક્યૂ ઓપરેશનનો આજે 12મો દિવસ, 146 લોકો હજી પણ લાપતા
અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી
નદી ઉપરથી ચાલતા વાહનો સાથે અચાનક પુલનો મધ્ય ભાગ તૂટી પડ્યો હતો. પુલ તૂટી પડતા સદ્ભાગ્યે, અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આ પુલ ઋષિકેશ-દેહરાદૂનને જોડતો સૌથી મોટો પુલ છે. ભારે વરસાદને કારણે બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી હાઇવે ઘણા સ્થળોએ બંધ છે. નૈનબાગમાં મોટા પ્રમાણમાં નદીનો મલબો આવ પડતા યમુનોત્રી હાઇવે બંધ થયો છે. શુક્રવારે સવારે, ફકોટ નજીક ઋષિકેશ-ગંગોત્રી હાઇવેનો એક આખો ભાગ ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો. જેના કારણે અનેક વાહનો રાષ્ટ્રીય ધોરીમાર્ગની બન્ને બાજુએ ફસાઈ ગયા હતા.
આ પણ વાંચો: દહેરાદૂનમાં ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 2 ઘાયલ