- ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશ પછી ટેસ્ટિંગ શરૂ કરાયું
- બસ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર થશે લોકોનું કોરોના રેન્ડમ ચેકિંગ
- સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ પર વધુ ધ્યાન
આ પણ વાંચોઃ ગુજરાત-રાજસ્થાન સરહદો પર નથી થતા કોરોના ટેસ્ટ, સરકારી આદેશનો ફિયાસ્કો
નવી દિલ્હીઃ રેલવેના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પંજાબ અને મુંબઈ તરફથી આવનારી ગાડીઓમાં રેન્ડમ ચેકિંગ સૌથી વધારે કરવામાં આવી રહ્યું છે. જ્યારે એરપોર્ટની પણ આ જ સ્થિતિ છે. તહેનાત કરાયેલા આ યુનિટ્સને દરરોજ 100-150 રેન્ડમ ટેસ્ટિંગ ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર સઘન ચેકીંગ
જેમ કેસ વધે તેમ કોરોના ટેસ્ટિંગનો ટાર્ગેટ વધે છે
આ અંગે જાણવા મળ્યું છે કે, જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ તેમ ટાર્ગેટ પણ વધારવામાં આવી રહ્યો છે. રેન્ડમ ટેસ્ટિંગમાં પોઝિટિવ આવનારા લોકોની મરજી મુજબ ક્વોરન્ટાઈન કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ડ્રાઈવ ને ઈન્ટેન્સિવ રીતે ચલાવવાનું પણ આયોજન છે.