નવી દિલ્હી/ નોઈડાઃ ગ્રેટર નોઈડામાં ત્રણ દિવસની ઈન્ડિયા એક્સપો ઈવેન્ટમાં ગ્લોબલ ડેસ્ટિનેશન એકસપોર્ટ એન્ડ કોફરન્સમાં બોલિવુડ ફિલ્મસિટી, હોટેલ ઈન્ડસ્ટ્રી સહિત દેશના નામી એકમોએ ભાગ લીધો હતો. જેમાં હૈદરાબાદના રામોજી રાવ ફિલ્મસિટી તરફથી પણ એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો.
પહેલી વખત સામિલઃ રામોજી રાવ ફિલ્મ સિટીના જનરલ મેનેજર તુષાર ગર્ગે જણાવ્યું હતું કે, આ એક્સપોમાં પહેલી વખત રામોજી રાવ ફિલ્મ સિટી સામિલ થયું છે. જેમાં ફિલ્મ સિટી, બોલિવૂડ અને ડેસ્ટિનેશન વેડિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પોતાને પડનારી મુશ્કેલીઓ તથા આવનારા પડકારો અંગે ચર્ચા કરશે. આ એક્સપોને લઈને ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. અહીં આવનારા વિઝિટર્સ અને અન્ય લોકો ખૂબ જ જાણકારી મેળવી રહ્યા છે.
શરૂઆત થઈઃ શુક્રવારે આ એક્સપોની શરૂઆત થઈ હતી. જે ત્રણ દિવસ સુધી ચાલશે. આ એક્સપોમાંથી ઘણી બધી ઈન્કવાયરી મળી રહેશે. હૈદરાબાદમાં આવેલી રામોજી ફિલ્મ સિટી એક એવી જગ્યા છે. જ્યાં તમામ પ્રકારના થીમ વેડિંગ થાય છે. 70થી 80 લગ્ન દર વર્ષે રામોજી ફિલ્મ સિટીમાં થાય છે. એક એવી જગ્યા છે જ્યાં બોલિવૂડ, ટોલિવૂડ અને કોલીવૂડની અનેક ફિલ્મો બની રહી છે. આ સાથે રોયલ વેડિંગ અને અનેક પ્રકારના લગ્ન માટે ડેસ્ટિનેશન આપીએ છીએ.
રાજવી ઠાઠમાઠઃ અહીંયા જે મુઘલ ગાર્ડન છે એમાં રાજવી ઠાઠ-માઠ તૈયાર કરવામાં આવ્યો છે. મહારાજા જેવી એન્ટ્રી મૂકાવમાં આવી છે. રાજવી પરિવાર અનુસાર લગ્ન સમારોહ યોજાઈ છે. જે યુગલ આવા લગ્ન માટેના સપના જોવે છે એમાં વધુ સુખ સુવિધાઓ આપવાનો અમારો પ્રયાસ હોય છે. જેનાથી એમના લગ્ન યાદગાર બની રહે. રામોજી ફિલ્મસિટી સિવાય, મારવા ફિલ્મ સિટી, રેડિસન બ્લુ સહિત 35 સ્ટોલ સેટ કરાયા છે. બોલિવૂડ અને ફિલ્મ ક્ષેત્ર સંબંધીત લોકો એની મુલાકાત લઈ રહ્યા છે.