અયોધ્યા: ધર્મનગરી અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની દર 3 મહિને યોજાતી બેઠક રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના નિવાસસ્થાન આવાસ મણિ રામદાસ છાવણી પર યોજાઈ હતી. જેમાં 15 માંથી 12 ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યાં હતાં. તેની સાથે જ રામ મંદિર ટ્રસ્ટના વ્યોવૃદ્ધ સદસ્ય પરાસરણ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતાં. રામ લલાના મંદિર નિર્માણમાં ખર્ચ કરાયેલી ધનરાશિને લઈને બેઠકમાં માહિતી આપવામાં આવી હતી. બીજી તરફ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય બનાવવા માટે મુખ્યરૂપથી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયાં બાદ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, મંદિરના નિર્માણનું કાર્ય ત્રણ તબક્કામાં થઈ રહ્યું છે. જેમાં જાન્યુઆરી 2024 સુધી પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરવામાં આવશે. જ્યારે ડિસેમ્બર 2024 સુધીમાં બીજા તબક્કાનું અને ડિસેમ્બર 2025 સુધીમાં ત્રીજા તબક્કાનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે.
ટ્રસ્ટની બેઠકમાં 18 મુદ્દાઓ પર ચર્ચા: શુક્રવારની સાંજે મળેલી ટ્રસ્ટની બેઠકમાં 18 મુદ્દાઓ પર થયેલી ચર્ચા વિશે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, બેઠકમાં 18 મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. જેમાં વિદેશી મુદ્રા દ્વારા દાન લેવા માટે ટ્રસ્ટની કાયદાકીય પ્રક્રિયાની જાણકારી એક-બીજાને આપવામાં આવી અને તેના માટે અરજી પણ કરવામાં આવી છે. સાથે જ સરયૂ નદીના તટ પર સ્થિત રામ કથા સંગ્રહાલય લીગલ રીતે 9 ઓક્ટોબરથી રામ મંદિર ટ્રસ્ટ પાસે જ રહેશે. તેની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. રામ કથા સંગ્રહાલય લેવાનો મુખ્ય ઉદ્દેશ્ય રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસ અને 50 વર્ષના લીગલ ડોક્યૂમેન્ટને સુરક્ષિત રાખવાનો છે, જેનાથી આવનારી પેઢી પણ સત્યથી અવગત થઈ શકે.
3000 કરોડ રૂપિયાથી વધારેની ધનરાશિ ઉપલબ્ધ: રામ મંદિર નિર્માણમાં ખર્ચ થઈ ચુકેલા 900 કરોડ રૂપિયા વિશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, વર્ષ 2020 થી 31 માર્ચ 2023 સુધી મંદિર નિર્માણ કાર્યમાં અને તેની સાથે સંકળાયેલા કાર્યમાં કુલ 900 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત રામલલાના બેંક ખાતામાં ફિક્સ અને બચત ખાતામાં આશરે 3000 કરોડ રૂપિયાથી વધારેની ધનરાશિ ઉપલબ્ધ છે. રામલલાના મંદિર નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા કાર્ય માટે ખર્ચમાં મુખ્ય રીતે પ્રતિદિન મંદિરમાં કરાતો ચઢાવો છે. જોકે, નિધિ સમર્પણ અભિયાનમાં સમર્પિત થયેલી ધનરાશિ માંથી બહું ઓછી રકમ જ રામલલાના મંદિર નિર્માણમાં ઉપયોગ કરાઈ છે.
રામાનંદીય પરંપરા અનુસાર થશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અને ભગવાનની પૂજા પદ્ધતિને લઈને ધાર્મિક સમિતિ બનેલી છે. જેમાં મહંત નૃત્ય ગોપાલ દાસ, ગોવિંદ દેવ ગિરી, પેજાવરના જિયર સ્વામી, ટ્રસ્ટના સદસ્ય અનિલ મિશ્રાની સાથે-સાથે અયોધ્યાના રામાનંદ દાસ, કમલનયન દાસ, મિથિલેશ નંદિની શરણ સહિત 4 સંતોને સામેલ કરવામાં આવ્યાં છે. જે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા, ભગવાનના શ્રૃંગાર વસ્ત્ર ભગવાનની પૂજા પદ્ધતિ પર કામ કરશે. રામનંદિય પ્રથાથી ભગવાનનું પૂજન અર્ચન થાય છે માટે રામલલાનું પૂજન અર્ચન પણ રામાનંદી પ્રથાથી કરવામાં આવશે.
5 લાખ ગામ સુધી પહોંચાડાશે પવિત્ર અક્ષત: ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં પાંચ લાખ ગામ સુધી રામલલાના પૂજિત અક્ષતને પહોંચાડવામાં આવશે. તેના માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વિશ્વ હિન્દૂ પરિષદના 50થી વધુ કેન્દ્રો માંથી કાર્યકર્તાઓને અયોધ્યામાં અક્ષત વિતરિત કરવામાં આવશે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રામલલાની અક્ષત પૂજન કરવામાં આવશે અને આ અક્ષતને દેશના 5 લાખ ગામ સુધી વિતરણ કરીને લોકોને અપીલ કરવામાં આવશે કે આ અક્ષત દ્વારા પોતાના ઘર અને મંદિરોમાં જ રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ મનાવે. તેની સાથે જ દેશભરમાં રામ ભક્તોને અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે, તમામ મઠ મંદિરોમાં ધાર્મિક આયોજન અને આરતીનું આયોજન કરે, તેની સાથે જ સાંજ થતાં દરેક ઘરની બહાર તેલનો દીવો જરૂર પ્રગટાવે.
10 કરોડ ઘરો સુધી પહોંચાડાશે રામલલાના બિરાજમાન થવાની છબી: રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, આજની આ બેઠકમાં ભગવાન રામલલાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયાં બાદ આવનાર તમામ રામભક્તોને રામલલાની તસ્વીર આપવામાં આવશે. તેના માટે પ્રાણ પ્રતિષ્ઠા બાદ ફોટો સેશનનું કામ કરવામાં આવશે. તેમણે વધુમા કહ્યું કે, ટ્રસ્ટનું લક્ષ્ય છે કે, એક વર્ષની અંદર 10 કરોડ લોકો સુધી રામલલાની છબી પહોંચાડી શકાય.
આ પણ વાંચો