ETV Bharat / bharat

રાખી સાવંતે 'આદિવાસી આઉટફિટ' પર એવુ તે શુ કહ્યું કે, આદિવાસી મહિલાઓએ FIR નોંધવાની કરી માગ - राखी सावंत लेटेस्ट खबर

'આદિવાસી આઉટફિટ' પર ટિપ્પણી કરતા રાખી સાવંત (Rakhi Sawant Tribal Video) મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. વાસ્તવમાં, બાલાઘાટની આદિવાસી મહિલાઓએ રાજ્યપાલને એક આવેદન સુપરત કર્યું અને કહ્યું કે, અભિનેત્રી વિરુદ્ધ એસટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.

રાખી સાવંતે 'આદિવાસી આઉટફિટ' પર એવુ તે શુ કહ્યું કે, આદિવાસી મહિલાઓએ FIR નોંધવાની કરી માગ

author img

By

Published : Apr 26, 2022, 8:19 PM IST

બાલાઘાટ: આદિવાસી બહુમતીવાળા બૈહાર પોલીસ સ્ટેશનમાં, મંગળવારે, આદિવાસી સમાજના લોકો અને તમામ પક્ષોના જનપ્રતિનિધિઓએ સંયુક્ત રીતે એફઆઈઆર નોંધવા અને ફિલ્મ અભિનેત્રી રાખી સાવંત (Rakhi Sawant Tribal Video) વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે એક આવેદન સુપરત કર્યું હતું. મહિલાઓનું કહેવું છે કે, તેમની સંસ્કૃતિ, સભ્યતા અને રીતરિવાજો પર વાંધાજનક ટિપ્પણી કરીને ઠેસ પહોંચાડવામાં આવી છે.

શું છે મામલોઃ ફિલ્મ અભિનેત્રી રાખી સાવંતે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, વીડિયોમાં રાખી આદિવાસી પોશાક (Rakhi Sawant Tribal Outfit ) તરીકે તેના ડ્રેસની મજાક ઉડાવતી જોવા મળી રહી છે. આ પછી, આદિવાસી બહુલ તાલુકાઓમાં ફિલ્મ અભિનેત્રીની વાંધાજનક ટિપ્પણીને કારણે આદિવાસી સમાજની મહિલાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત ટાઇટન્સ સહીત આ ટીમો IPL 2022ના પ્લેઓફમાં પહોંચે તેવી પૂરે-પૂરી શક્યતા

એસસીએસટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ: આ મામલે બાલાઘાટના આદિવાસી સમાજના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે, જેના કારણે આદિવાસી સમાજની મહિલાઓ સહિત તમામ પક્ષોના પ્રતિનિધિઓએ આદિવાસી સમાજના નામે એક આવેદન મોકલ્યું હતું. જેમાં રાખી સાવંત વિરૂદ્ધ SCST એક્ટ (rakhi sawant involve in STSC Act) હેઠળ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે, આ સાથે લોકોએ જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં બાલાઘાટમાં હિંસક આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે.

આ પણ વાંચો: hockey captain Elvera Brito: 60ના દાયકામાં રાજ કરનાર ભૂતપૂર્વ મહિલા હોકી કેપ્ટને કહ્યુ અલવિદા

આવેદન આપવા પહોંચ્યાઃ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનુપમા નેતામ, બૈહાર જિલ્લા પ્રમુખ ભગવતી સૈયામ, સોનાલિકા કુશરામ સહિત સેંકડો આદિવાસી મહિલાઓ દ્વારા મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું. તેમનું કહેવું છે કે, ફિલ્મ અભિનેત્રી દ્વારા તેની સંસ્કૃતિ, સભ્યતા અને રીતરિવાજો પર વાંધાજનક ટિપ્પણી કરીને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવ્યું છે, જેના પર વહેલી તકે કાર્યવાહી થવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.