અગરતલાઃ ડો. માણિક સાહા ત્રિપુરાના આગામી મુખ્યપ્રધાન તરીકેની ફરજ બજાવશે. આજે શનિવારે અગરતલામાં યોજાયેલી BJP વિધાયક દળની બેઠકમાં સાહાના નામ પર મહોર લાગી હતી. આ પહેલા ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ કુમાર દેબેએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દેબના રાજીનામા બાદ ઘણા નામો પર ચર્ચા થઈ રહી હતી, જેમાં માણિક સાહાનું નામ પણ સામેલ હતું. આખરે તમામ નેતાઓએ સાહાને આ પદ માટે પસંદ કર્યા હતા.
-
#WATCH त्रिपुरा के पूर्व मुख्यमंत्री बिप्लब कुमार देब ने माणिक साहा को सम्मानित किया। माणिक साहा त्रिपुरा के नए मुख्यमंत्री होंगे। pic.twitter.com/v5MBSJuU9q
— ANI_HindiNews (@AHindinews) May 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH त्रिपुरा के पूर्व मुख्यमंत्री बिप्लब कुमार देब ने माणिक साहा को सम्मानित किया। माणिक साहा त्रिपुरा के नए मुख्यमंत्री होंगे। pic.twitter.com/v5MBSJuU9q
— ANI_HindiNews (@AHindinews) May 14, 2022#WATCH त्रिपुरा के पूर्व मुख्यमंत्री बिप्लब कुमार देब ने माणिक साहा को सम्मानित किया। माणिक साहा त्रिपुरा के नए मुख्यमंत्री होंगे। pic.twitter.com/v5MBSJuU9q
— ANI_HindiNews (@AHindinews) May 14, 2022
માણિક કયા પદ પર હતા કાર્યરત - માણિક સાહા ત્રિપુરા ભાજપના અધ્યક્ષ છે અને રાજ્યસભાના સાંસદ પણ છે. પાર્ટીએ ચૂંટણીના એક વર્ષ પહેલા જ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કરીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. કારણ કે, છેલ્લા કેટલાક દિવસોથી ત્રિપુરામાં બીજેપી નેતાઓને છોડવાની પ્રક્રિયા ચાલી રહી હતી અને તેની પાછળનું કારણ બિપ્લબ દેબને જણાવવામાં આવી રહ્યું હતું.
દેબેએ આપ્યું હતું રાજીનામું - આ પહેલા ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ શનિવારે રાજભવન ખાતે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળ્યા હતા અને તેમને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા બિપ્લબ દેબે કહ્યું કે, સંગઠનના હિતમાં સીએમ પદ પરથી રાજીનામું આપ્યું છે. પાર્ટીનો નિર્ણય સર્વોપરી છે. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. પાર્ટી હાઈકમાન્ડે તેમને રાજીનામું આપવા કહ્યું હતું. હવે આપણે 2023માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવાની છે.