- સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે કોચ્ચી મુલાકાત લીધી
- એરક્રાફ્ટ કેરિયરના નિર્માણની સમીક્ષા કરી
- કોચ્ચી શિપયાર્ડમાં બની રહ્યું છે દેશનું સર્વપ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર
કોચ્ચીઃ સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ (Defense Minister Rajnath Singh) સ્વદેશી વિમાનવાહક જહાજ (indigenous aircraft carrier) ના નિર્માણકાર્યની (Review of progress of construction work) પ્રગતિની સમીક્ષા કરવા શુક્રવારે કોચ્ચી શિપયાર્ડ લિમિટેડની (Visit to Cochin Shipyard Limited) મુલાકાત લીધી હતી. સંરક્ષણ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
નૌકાદળના કાફલામાં શામેલ થયા પછી આ જહાજ આઈએનએસ વિક્રાંત તરીકે ઓળખાશે. રાજનાથસિંહ ગુરુવારે સાંજે અહીં સધર્ન નેવલ કમાન્ડ પહોંચી ગયાં હતાં. આ કમાન્ડ પર તેમની આ પ્રથમ મુલાકાત છે. તેમની સાથે નેવી ચીફ એડમિરલ કરમબીરસિંહ પણ છે.
રાજનાથસિંહે જણાવ્યું કે આગામી વર્ષે સ્વદેશી વિમાનવાહક જહાજનું કમિશનિંગ ભારતની સ્વતંત્રતાના 75 વર્ષને શ્રદ્ધાંજલિ આપવા યોગ્ય કાર્ય બની રહેશેે. આ એરક્રાફ્ટ કેરિયર દેશના સંરક્ષણ માટેની પ્રબળ ક્ષમતાઓમાં વધારો કરશે અને દરિયાઇ ક્ષેત્રમાં ભારતના હિતને સુરક્ષિત કરવામાં મદદ કરશે.
આ પણ વાંચોઃ આતંકવાદ અને કટ્ટરપંથ વિશ્વની સુરક્ષા અને શાંતિ માટે જોખમઃ રાજનાથ સિંઘ
સ્વદેશી વિમાનવાહક જહાજના નિર્માણકાર્યની પ્રગતિની સમીક્ષા કર્યા પછી રાજનાથસિંહ સધર્ન નેવલ કમાન્ડની કેટલીક મહત્વપૂર્ણ તાલીમ સંસ્થાઓની પણ મુલાકાત (Visit to important training establishments) લેશે. સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ આજે સાંજેજ જોકે નવી દિલ્હી પરત રવાના થવાના છે.
આ પણ વાંચોઃ Emergency in India: ક્યારે, કેમ, કઈરીતે, કેટલી વખત, જુઓ