- ભારતીય વાયુસેનાની કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન
- સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ દ્વારા ગુરૂવારે ઉદ્ઘાટન થશે
- સેનાની કાર્યક્ષમતા તેમજ રણનીતિઓ પર થશે ચર્ચા
નવી દિલ્હી: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ગુરુવારે વાયુ ભવન ખાતે ભારતીય વાયુસેના IAFની કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ અંગે સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સનો હેતુ IAFની કાર્યક્ષમતાઓને લગતા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.
3 દિવસ સુધી સેનાની રણનીતિઓ પર થશે ચર્ચા
આ કાર્યક્રમમાં આગામી 3 દિવસ સુધી ભારતીય વાયુસેનાની આગામી રણનીતિઓ તેમજ કાર્યક્ષમતાઓ પર ચર્ચા થશે. જે વાયુસેનાને દુશ્મનો સામે લડવામાં મદદરૂપ બનશે. સેનાની વહીવટી કાર્યક્ષમતામાં સુધારણા માટેના વિવિધ વિકલ્પો તેમજ માનવ સંસાધનને લગતા પગલાં પર પણ ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો: ત્રિશુરમાં રેલી સંબોધતી વખતે રાજનાથ સિંહે કહ્યું, "એ ખુદ તો ડૂબશે, સાથે લોકોને પણ લઈ ડૂબશે"