- બાડમેરમાં ઈમર્જન્સી લેન્ડીંગ ફિલ્ડનું ઉદ્ઘાટન કરવામાં આવશે
- રાજનાથ સિંહ અને નિતિન ગડકરી કરશે ઉદ્ધાટન
- 765.52 કરોડ રૂપિયા ખર્ચે બનાવવામાં આવી છે ફિલ્ડ
દિલ્હી : કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ અને નિતિન ગડકરી (Union Minister Rajnath Singh and Nitin Gadkari) રાજસ્થાના બાડમેરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ-925 (NH-925) પર બનેલા ઈમર્જન્સી લેન્ડીંગ ફિલ્ડનુ આજે(ગુરુવાર) ઉદ્ધાટન કરશે.
એક ઔપચારીક નિવેદન અનુસાર, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (National Highways Authority of India - NHIA)એ ભારતીય વાયુ સેના માટે આપાતકાલીન સ્થિતિમાં વિમાન ઉતારવા માટે NH-925Aના સટ્ટા ગંધવ ખંડના ત્રણ કિલોમીટરના ભાગમાં ELFનું નિર્માણ કર્યું છે.
આ પણ વાંચો : વાપસી બાદ શું રહેશે રોલ ભારતના પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોનીનો T-20 વર્લ્ડ કપમાં, જાણો...
આ સુવિધા ભારતમાલા પરિયોજના હેઠળ ગગરિયા-બખાસર અને સટ્ટા ગંધવ ખંડના નવ વિકસિત ' ટૂ-લેન-પેવ્ડ શોલ્ડર' નો ભાગ છે, જેની કુલ લંબાઈ 196.97 કિલોમીટર છે અને તેનો ખર્ચો 765.52 કરોડ રૂપિયા છે. 'પેવ્ડ શોલ્ડર' એ ભાગને કહેવામાં આવે છે, જે હાઈવેના તે ભાગની પાસે હોય જ્યા નિયમિત વાહન જતા હોય
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પરીયોજના આંતરરાષ્ટ્રીય સીમા પર સ્થિત બાડમેર અને જાલોર જિલ્લાના ગામના વચ્ચે સંપર્કમાં સુધાર કરશે. તેના પશ્વિમી સીમાં ક્ષેત્રમાં સ્થિત હોવાના કારણે ભારતીય સેનાની નિગરાની કરીને મદદની સાથે માખાકિય સુવિધાને પણ મજબૂત કરવા માટે મદદ મળશે. એવું પહેલી વાર થશે કે ભારતીય વાયુ સેના રાષ્ટ્રીય સેના દ્વારા રાષ્ટ્રીય રાજમાર્ગનો ઉપયોગ આપાતકાલિન સ્થિતિમાં વિમાન ઉતારવા માટે કરવામાં આવશે.
આ પણ વાંચો : આસામમાં બોટ દુર્ઘટના : 82 લોકોને બચાવવામાં આવ્યા, સર્ચ ઓપરેશન ચાલુ
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને રોડ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નિતિન ગડકરી 'ઈમરજન્સી લેન્ડીગ ફિલ્ડ 'નુ ઉદ્ઘાટન કરશે અને 9 સપ્ટેમ્બર 2021ના દિવસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના દક્ષિણમાં ગંધવ ભારારસ ખંડના રાષ્ટ્રીય રાજમાર્ગ-925 પર બનેલા ELF પર વિમાનનું સચાલન પણ કરશે.
ELF નું બાંધકામ 19 મહિનામાં પૂર્ણ થયું. તેનું બાંધકામ જુલાઈ 2019 માં શરૂ કરવામાં આવ્યું હતું અને તે જાન્યુઆરી 2021 માં પૂર્ણ થયું હતું. IAF અને NHIA ની દેખરેખ હેઠળ 'GHV India Private Limited' દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.