ETV Bharat / bharat

બાળકોના લંચ બોક્સમાં આ ખોરાકનો સમાવેશ કરો, પ્રોટીનથી છે ભરપૂર - રાજમા ટિક્કી બનાવવાની સામગ્રી

તમે આલૂ ટિક્કી ઘણી વખત (Rajma Tikki Recipe) ખાધી હશે, હવે પ્રોટીનયુક્ત રાજમા ટિક્કી (Protein Rich Rajma Tikki) ખાઓ. આ સરળ રેસિપીથી તમે તેને સવારે અને સાંજે ગમે, ત્યારે બનાવી શકો છો. નાસ્તામાં તેને ચટણી અથવા સાંજની ચા સાથે પણ ખાઈ શકો છો.

Etv Bharatબાળકોના લંચ બોક્સમાં આ ખોરાકનો સમાવેશ કરો, પ્રોટીનથી છે ભરપૂર

author img

By

Published : Oct 21, 2022, 4:37 PM IST

ન્યૂઝ ડેસ્ક: રાજમા ભાત મોટાભાગના (Rajma recipe) લોકોનો પ્રિય ખોરાક છે. તે ઘણા લોકોનું એટલું પ્રિય છે કે, તેઓ અઠવાડિયામાં બે, ત્રણ વાર ઘર કે બહાર ચોક્કસ ખાય છે. પરંતુ, જો તમે રાજમા ભાતથી કંઇક અલગ ટ્રાય કરવા માંગતા હો, તો તમે રાજમાની અલગ વાનગી ટ્રાય કરી શકો છો. આ ટિક્કીનો એક પ્રકાર છે, જે બિલકુલ આલૂ ટિક્કીની જેમ જ બનાવવામાં આવે છે, પરંતુ આલુ ટિક્કી કરતાં વધુ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ હોય છે. અમે વાત કરી રહ્યા છીએ, રાજમા (Rajma Tikki Recipe) ટિક્કીની. તમે તેને પ્રોટીન (Protein Rich Rajma Tikki) ટિક્કી પણ કહી શકો છો, કારણ કે, તે પ્રોટીનથી ભરપૂર છે.

રાજમા ટિક્કી બનાવવાની સામગ્રી:

  1. રાજમા - 1 કપ
  2. બટાકા - 3 બટાકા
  3. આદુ - એક ટુકડો
  4. કોથમીર - બારીક સમારેલી
  5. લીંબુનો રસ - એક ચમચી
  6. ચાટ મસાલો - 1 ચમચી
  7. કાળા મરી પાવડર - 1 ચમચી
  8. મીઠું - સ્વાદ મુજબ

રાજમા ટિક્કી કેવી રીતે બનાવવી: રાજમાને (How to make Rajma Tikki) આખી રાત પાણીમાં રહેવા દો. સવારે ટિક્કી બનાવવા માટે પાણી નીતારી લો અને રાજમાને એક બાઉલમાં નાખો. તમે રાજમાને પણ હળવો ઉકાળી શકો છો. બટાકાને પણ બાફી લો અને તેની ત્વચા કાઢી લો અને રાજમામાં ઉમેરો. ઝીણી સમારેલી ડુંગળી, ધાણાજીરું, આદુ ઉમેરીને બરાબર મેશ કરો. બટાકા અને રાજમાને મેશ કર્યા પછી, તે બરાબર ભરતા જેવું થઈ જવું જોઈએ, જેથી ટિક્કી સરળતાથી બનાવી શકાય. હવે તેમાં મીઠું, કાળા મરી પાવડર, લીંબુનો રસ નાખીને મિક્સ કરો.

પ્રોટીનયુક્ત રાજમા ટિક્કી: મિશ્રણમાંથી નાની ચપટી ટિક્કી બનાવો. એક પેનમાં થોડું તેલ નાખીને ગરમ કરો. હવે એકસાથે ત્રણ થી ચાર ટિક્કી નાખો, જ્યારે તે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ત્યારે તેને પ્લેટમાં કાઢી લો. તૈયાર છે, પ્રોટીનથી (Protein Rich Rajma Tikki) ભરપૂર રાજમા ટિક્કી. નાસ્તામાં તેને ચટણી અથવા સાંજની ચા સાથે નાસ્તા તરીકે ખાઓ. બાળકોના આ પ્રોટીનયુક્ત રાજમા ટિક્કી લંચ બોક્સમાં પણ આપી શકો છો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.