જયપુર(રાજસ્થાન): મુખ્યપ્રધાન અશોક ગેહલોતે તેમના શાસનકાળનું છેલ્લું બજેટ રજૂ કરવાની શરૂઆત કરી હતી. પરંતુ 6 મિનિટ બજેટ વાંચ્યા બાદ સમજાયું કે તેઓ જૂનું બજેટ વાંચી રહ્યા છે. જેને પગલે વિપક્ષના હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
યોજના વાંચતાં આવ્યો ખ્યાલ: મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કવિતા સાથે બજેટ વાંચવાનું શરૂ કર્યું. મુખ્યપ્રધાને ભાષણની શરૂઆત શાયરીથી કરી ત્યારે અગાઉના ભાષણનો તે શેર નહોતો, પરંતુ ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજનાની જાહેરાત થતાં ખ્યાલ આવ્યો કે આ તો ગયા વર્ષે જ કરવામાં આવી હતી.
વિપક્ષે મચાવ્યો હોબાળો: ગેહલોતે NREGA, શાળા શિક્ષણ, શહેરી ગેરંટી યોજના, ગરીબ પરિવારોને રાશન સહિતની અનેક જાહેરાતો પણ કરી હતી. પરંતુ આ દરમિયાન મુખ્ય દંડક મહેશ જોષીએ બજેટ વાંચતા મુખ્યપ્રધાનને રોક્યા અને તેમના ધ્યાન પર લાવ્યા કે આ બજેટ જે તેઓ વાંચી રહ્યા છે તે જૂનું છે. ગૃહમાં જૂનું બજેટ વાંચવાની વિપક્ષને જાણ થતાં જ વિપક્ષે હંગામો શરૂ કર્યો હતો. વિપક્ષે લગભગ 5 મિનિટ સુધી હોબાળો મચાવ્યો હતો.
આ પણ વાંચો: UP Global Investors Summit 2023 : PM મોદીએ UP ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું કર્યું ઉદ્ધાટન
અધિકારીઓની બેદરકારી પર નારાજગી: દરમિયાન, વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશીએ વધી રહેલા હોબાળા વચ્ચે વિપક્ષના નેતાના વર્તનથી ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે સ્થગિત કરી દીધી. આ પછી મુખ્યપ્રધાન અશોક ગેહલોતે મુખ્ય સચિવ ઉષા શર્માને બોલાવ્યા હતી. અધિકારીઓની બેદરકારી પર નારાજગી વ્યક્ત કરી હતી. ગંભીર ક્ષતિઓ બદલ નાણા વિભાગના અનેક અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.
રાજસ્થાનના ઈતિહાસમાં પહેલો કિસ્સો: તમને જણાવી દઈએ કે રાજસ્થાનના ઈતિહાસમાં કદાચ આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ મુખ્યપ્રધાન પોતાનું બજેટ રજૂ કરી રહ્યા હોય અને તે બજેટ જૂનું હોય. રાજસ્થાનના ઈતિહાસમાં પ્રથમ વખત મુખ્યપ્રધાનનું બજેટ ભાષણ ત્રીસ મિનિટ માટે અટકાવવામાં આવ્યું હતું. વિપક્ષનો આરોપ છે કે મુખ્યપ્રધાન ગેહલોતે જૂનું બજેટ વાંચ્યું. હવે મોટો પ્રશ્ન એ છે કે મુખ્યપ્રધાનની બ્રીફકેસમાં જૂનું બજેટ કેવી રીતે આવ્યું?