ETV Bharat / bharat

રાજસ્થાનના આગામી મુખ્ય પ્રધાનની યાદીમાં સામેલ છે બાબા બાલકનાથ, કોણ છે બાબા બાલકનાથ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 7:00 PM IST

રાજસ્થાનના બાબા બાલકનાથ લોકસભાના સાંસદ છે. તેમનું નામ રાજસ્થાનના સંભવિત મુખ્ય પ્રધાનમાં સામેલ છે. તેઓ ભાજપના યુવાન અને ફાયરબ્રાન્ડ નેતા છે. બાબા બાલકનાથ ખેડૂત પરિવારમાં ઉછર્યા છે. તેઓ અત્યારે બાબા માશનાથ યુનિવર્સિટીના ચાન્સેલર છે. Rajasthan Assembly Election 2023 Baba Balaknath Fire Brand Leader

રાજસ્થાનના આગામી મુખ્ય પ્રધાનની યાદીમાં સામેલ છે બાબા બાલકનાથ

જયપુરઃ ભારતીય જનતા પાર્ટીના યુવા અને ફાયર બ્રાન્ડ નેતા છે બાબા બાલકનાથ. બાબા અલવર બેઠક પરથી લોકસભાના સાંસદ સભ્ય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને દિગ્ગજ કૉંગ્રેસ લીડર જિતેન્દ્ર સિંઘને હરાવી દીધા હતા.

આ વખતે ભાજપે આ નેતામાં વિશ્વાસ મુક્યો અને તિજારા બેઠક પરથી ટિકિટ આપી છે. આ બેઠક પર બાબાનો મુકાબલો કૉંગ્રેસ ઉમેદવાર ઈમરાન ખાન સામે હતો. આજે મતગણતરીમાં મધ્યાહને બાબા ઈમરાન ખાનથી 13,000 વોટ આગળ હતા.

રાજસ્થાનના આગામી મુખ્ય પ્રધાન બનવાના લિસ્ટમાં બાબા બાલકનાથનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં ભાજપે કૉંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે.

બાબા બાલકનાથ કોહરાણા ગામમાં જન્મ્યા હતા. તેમણે અલવરમાં ખૂબ જ કામ કર્યુ. તેમના પિતા સુભાષ યાદવને બાબા ખેનાથમાં ખૂબ જ શ્રદ્ધા હતી. તેથી બાબા બાલકનાથમાં પણ નાનપણથી જ દિવ્યતા અને ધાર્મિક ગુણો ઉતર્યા હતા. તેમણે પોતાનું ઘર સાડા છ વર્ષની ઉંમરે છોડી દીધું હતું. તેમણે અત્યાર સુધીનું જીવન આશ્રમમાં વીતાવ્યું હતું.

અલવર બેઠક પરના સાંસદ અને બાબા બાલકનાથના ગુરુ મહંત ચંદનાથના પ્રયાસોથી બાલકનાથ રાજકારણમાં પ્રવેશ્યા. તેઓ રોહતકની બાબ માશનાથ યુનિવર્સિટીના ચાન્સેલર છે. તેઓ હરિયાણાના બાબા માશનાથ મઠના મહંત પણ છે.

બાબા બાલકનાથ ટિજારા બેઠક માટે આઉટસાઈડર છે જો કે તેમણે ધારદાર ચૂંટણી પ્રચાર કર્યો હતો. 2016માં તેમના ધાર્મિક જીવનમાં વળાંક આવ્યો. જ્યારે તેઓ અસ્થલ બોહના 8મા મહંત બન્યા. જે નાથ સંપ્રદાયનો સૌથી વિશાળ મઠ છે.

બાબા બાલકનાથની રાજકીય કારકિર્દીમાં નવો વળાંક આવશે કે નહિ તે ભાજપનું શીર્ષ નેતૃત્વ નક્કી કરશે.

  1. વડાપ્રધાન મોદીની ગેરંટી અને અમિત શાહની વ્યૂહરચનાનો વિજય - વસુંધરા રાજે
  2. નફરતના રાજકારણને બદલે વિકાસના રાજકારણનો વિજય થયો- હર્ષ સંઘવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.