- સ્વતંત્રતા સેનાની રાજા નાહર સિંહનો ફોટો મુકવામાં આવશે
- દિલ્હીમાં મહાન સ્વતંત્રતા સેનાનીનો ક્યાંય પણ ઉલ્લેખ નથી
- 9 જાન્યુઆરી 1858ના ચાંદની ચોક પર ફાંસી આપવામાં આવી
નવી દિલ્હી : ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર વિધાનસભામાં મહાન દેશ ભક્ત અને સ્વતંત્રતા સેનાની રાજા નાહર સિંહનો ફોટો મુકવામાં આવશે. જેના માટે છેલ્લા 4 વર્ષથી પ્રયાસ ચાલી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, વિધાનસભામાં અન્ય સ્વતંત્રતા સેનાનીઓની સાથે જ રાજા નાહર સિંહના ફોટો મુકવાને લઈ વર્ષ 2016થી માંગ ઉઠી રહી છે.
અંદાજે 2 વર્ષ બાદ આ મામલે વિધાનસભા અધ્યક્ષના સંજ્ઞાનમાં ગયો હતો. જેને વિધાનસભા કમિટીને મોકલવામાં આવ્યો હતો. કમિટીએ આ પર નિર્ણય લીધો છે. ત્યારબાદ આગામી 25 જાન્યુઆરીના રોજ વિધાનસભામાં ચિત્ર લગાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
દિલ્હીને અંગ્રેજોથી 134 દિવસ સુધી આઝાદ
આરટીઆઈ કાર્યકર્તા હરપાલ રાણાએ જણાવ્યું કે, 1857ના ગદરના સમય રાજા નાહર સિંહે તેમના પરાક્રમથી દિલ્હીને અંગ્રેજોના ચંગુલમાંથી 134 દિવસ સુધી આઝાદ કરાયો હતો પરંતુ ત્યારબાદ અંગ્રેજોએ અંતિમ મુગલ બાદશાહ બહુદર શાહ ઝફર સાથે કરારના ખોટા સમાચાર મોકલી તેમણે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને તેમને કેદ કરવામાં આવ્યા હતા.
અંગ્રેજોની અધીનતા સ્વીકાર ન કરવાના કારણે તેમણે 9 જાન્યુઆરી 1858ના ચાંદની ચોક પર ફાંસી આપવામાં આવી હતી પરંતુ દિલ્હીમાં મહાન સ્વતંત્રતા સેનાનીનો ક્યાંય પણ ઉલ્લેખ થયો નથી. જેને લઈ વિધાનસભામાં તેમનો ફોટો લગાડવાની માંગ કરવામાં આવી હતી.