- પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનુ માછીમારોને વચન
- કોંગ્રેસ નેતા વેણુગોપાલ, રમેશ ચેન્નિથલા અને મુલ્લાપલ્લી રામચંદ્રન હાજર રહ્યાં
- આંતરરાષ્ટ્રીય સ્તર પર તેલની કિંમત ઘટી પણ દેશમાં વધીઃ રાહુલ ગાંધી
કોલ્લમઃ કેરળમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે, જેને લઈને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળના પ્રવાસે છે. જણાવી દઈએ કે, રાહુલ ગાંધી કેરળના વાયનાડના સાંસદ છે. વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ માછીમારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે માછીમારોને વચન આપ્યુ હતુ કે તેઓ સરકારમાં આવશે તો માછીમારો માટે અલગથી એક મંત્રાલયનું બનાવશે. રાહુલ ગાંધી કોલ્લમના થાંગસ્સેરી સમુદ્ર કિનારા પર માછીમારોની સાથે વાતચીત કરવા માટે પહોંય્યા હતા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસ નેતા કે. સી. વેણુગોપાલ, રમેશ ચેન્નિથલા અને મુલ્લાપલ્લી રામચંદ્રન પણ હાજર રહ્યાં હતા.
ખેડૂત જમીન પર ખેતી કરે છે તેવી રીતે તમે સમુદ્રમાં ખેતી કરો છોઃ રાહુલ
કોલ્લમમાં રાહુલ ગાંધીએ માછીમારોને કહ્યું હતું કે જેમ ખેડૂત જમીન પર ખેતી કરે છે તેમ તમે સમુદ્રમાં ખેતી કરો છો. તેમણે કહ્યું કે દિલ્લીમાં ખેડૂતો પાસે મંત્રાલય છે, પરંતુ તમારી પાસે નથી. દિલ્લીમાં તમારા માટે કોઈ વાત નથી કરતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પહેલા ભારતના માછીમારો માટે એક મંત્રાલય બનાવવા માંગુ છું જેથી તમારા માટે બચાવ અને સંરક્ષણના મુદ્દા ઉઠાવી શકે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તર પર તેલની કિંમત ઘટી હોવા છતાં દેશમાં તેની કિંમતો વધી રહી છે. આનો નફો એક કે બે કંપનીઓને જાય છે, પરિણારૂપે દેશમાં મોંઘવારી વધી રહી છે. કોલ્લમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મોટી સંખ્યામાં પીડિત માછીમારો છે.
ચૂંટણીમાં માછીમારો માટે એક વિશેષ ઘોષણા કરવામાં આવશેઃ રાહુલ
રાહુલે કહ્યુ કે આગામી ચૂંટણીમાં માછીમારો માટે એક વિશેષ ઘોષણા કરવામાં આવશે. મત્સ્ય ક્ષેત્રમાં આવનારી સમસ્યાઓના સંદર્ભે UDF નેતાઓને જણાવવમાં આવશે. કોલ્લમમાં રાહુલએ માછીમારોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ સુનિશ્ચિત કરશે કે ઘોષણાપત્રમાં જણાવવામાં આવેલી દરેક વાત પર અમલ કરવમાં આવશે. જો શક્ય હશે તો રાજ્યમાં હાસ ટ્રોસિંગ કાનૂનમાં સંશોધન પણ કરવામાં આવશે તેના માટે રાહુલ ગાંધીએ આશ્વાસન આપ્યું હતું.