ETV Bharat / bharat

'અમારી જીત થઈ, પેગાસસ લોકશાહી પર હુમલો', સુપ્રીમ કોર્ટના ચુકાદા પર બોલ્યા રાહુલ ગાંધી

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પેગાસસ મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના નિર્ણય બાદ રાહુલે કહ્યું કે, અમારી જીત થઈ છે. તેમણે કહ્યું કે, પેગાસસ (Pegasus)નો ઉપયોગ કયા લોકો પર કરવામાં આવ્યો હતો? શું પેગાસસનો ડેટા અન્ય કોઈ દેશ પાસે પણ હતો? કે માત્ર ભારત સરકાર (Indian Government) પાસે હતો? અમને જવાબ મળ્યો નથી. વિપક્ષ એક સાથે ઉભું થયું. આ દેશની લોકશાહી પર હુમલો છે.

'અમારી જીત થઈ, પેગાસસ લોકશાહી પર હુમલો', સુપ્રીમ કોર્ટના ચુકાદા પર બોલ્યા રાહુલ ગાંધી
'અમારી જીત થઈ, પેગાસસ લોકશાહી પર હુમલો', સુપ્રીમ કોર્ટના ચુકાદા પર બોલ્યા રાહુલ ગાંધી
author img

By

Published : Oct 27, 2021, 7:50 PM IST

  • રાહુલ ગાંધીએ પેગાસસ મામલે મોદી સરકાર પર કર્યા પ્રહાર
  • રાહુલ ગાંધીએ પૂછ્યા 3 પ્રશ્ન
  • મદ્દો ફરીથી સંસદમાં ઉઠાવશે

નવી દિલ્હી: રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પેગાસસ (Pegasus) મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે પેગાસસનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. પેગાસસ એ દેશ પર, દેશની સંસ્થાઓ પર હુમલો છે. અમે 3 સવાલ પૂછ્યા કે, પેગાસસને કોણે ખરીદ્યું? કોઈ ખાનગી પાર્ટી તેને ખરીદી ના શકે, તેને માત્ર સરકાર જ ખરીદી શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે આ મુદ્દો ફરીથી સંસદમાં ઉઠાવીશું.

પેગાસસનો ઉપયોગ કયા લોકો પર કવામાં આવ્યો?

રાહુલ ગાંધીએ કહ્યું કે, કયા લોકો પર આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? શં પેગાસસનો ડેટા કોઈ બીજા દેશ પાસે પણ હતો કે ફક્ત ભારત સરકાર પાસે હતો? અમને જવાબ નથી મળ્યો. વિપક્ષ એકસાથે ઉભું થયું. આ દેશની લોકશાહી પર આક્રમણ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોર્ટમાં તપાસ થઈ રહી છે, પરંતુ અમે ઇચ્છીશું કે સંસદમાં આના પર ચર્ચા થાય. પેગાસસને વડાપ્રધાને ઑર્ડર કર્યું છે અથવા ગૃહપ્રધાને ઑર્ડર કર્યું છે. જો વડાપ્રધાને આપણા જ દેશ પર કોઈ બીજા દેશ સાથે મળીને આક્રમણ કર્યું છે તો અમે આ વડાપ્રધાન પાસેથી સાંભળવા માંગીએ છીએ.

3 સભ્યોની સમિતિ બનાવી

આ પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રેસની આઝાદી લોકશાહીનો મહત્વપૂર્ણ સ્તંભ છે અને પેગાસસ કેસમાં અલદાલતનું કામ પત્રકારીય સૂત્રોની સુરક્ષાના મહત્વના દ્રષ્ટિકોણથી મહત્વનું છે. સુપ્રીમ કોર્ટે ભારતમાં કેટલાક લોકો પર નજર રાખવા માટે ઇઝરાઇલી સ્પાઇવેર પેગાસના કથિત ઉપયોગના મામલે તપાસ માટે 3 સભ્યોની નિષ્ણાત સમિતિની નિયુક્તિ કરી છે. કોર્ટે પ્રેસની આઝાદી સંબંધિત પાસાઓને રેખાંકિત કરતા કહ્યું કે, તેઓ રેખાંકિત કરતા કહ્યું કે, તે સત્યને શોધવા અને આરોપોના મૂળ સુધી જવા માટે મામલો ઉઠાવવા માટે બંધાયેલા છે.

જસ્ટિસ એન.વી. રમન્નાએ શું કહ્યું?

ચીફ જસ્ટિસ એન.વી. રમનાની આગેવાની હેઠળની ખંડપીઠે કહ્યું કે, એ વાતને નકારી શકાય નહીં કે, જાસૂસી થવાનું જોખમ હોય તેવી દેખરેખ અને એ માહિતી કે કોઈપણ જાણકારી વગરે રીતે તેની સત્તાનો ઉપયોગ કરવાનો નિર્ણય લે છે તેને અસર કરી શકે છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે કેન્દ્ર સરકારને રિપોર્ટ આપવા દિલ્હી હાઈકોર્ટનો નિર્દેશ

આ પણ વાંચો:Drugs case: બોમ્બે હાઈકોર્ટમાં આજે આર્યન ખાનની જામીનની સુનાવણી, શું આજે મળશે જામીન?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.