ETV Bharat / bharat

Rahul Gandhi : રાહુલ ગાંધીએ ડાંગરનું વાવેતર કર્યું, અચાનક સોનીપત પહોંચીને ટ્રેક્ટર ચલાવ્યા બાદ ખેડૂતોની મુશ્કેલી સમજી

રાહુલ ગાંધી શનિવારે સવારે અચાનક હરિયાણાના સોનીપત જિલ્લામાં પહોંચ્યા હતા. અહીં તેણે મદીના ગામમાં ટ્રેક્ટર ચલાવીને ખેતર ખેડ્યું હતું. આ પછી તેમણે ખેડૂતો અને મજૂરો સાથે મળીને ડાંગરનું વાવેતર પણ કર્યું હતું.

author img

By

Published : Jul 8, 2023, 3:28 PM IST

Updated : Jul 8, 2023, 3:37 PM IST

Rahul Gandhi : રાહુલ ગાંધીએ ડાંગરનું વાવેતર કર્યું, અચાનક સોનીપત પહોંચીને ટ્રેક્ટર ચલાવ્યા બાદ ખેડૂતોની મુશ્કેલી સમજી
Rahul Gandhi : રાહુલ ગાંધીએ ડાંગરનું વાવેતર કર્યું, અચાનક સોનીપત પહોંચીને ટ્રેક્ટર ચલાવ્યા બાદ ખેડૂતોની મુશ્કેલી સમજી

સોનીપત : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે સવારે અચાનક હરિયાણાના સોનીપત જિલ્લાની બરોડા વિધાનસભા પહોંચ્યા હતા. અહીં તેમણે મદીના ગામના ખેતરોમાં ખેડૂતો અને મજૂરો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. આ પછી રાહુલ ગાંધીએ ટ્રેક્ટર ચલાવ્યું, ખેડૂતો અને મજૂરોની સાથે ડાંગરનું વાવેતર પણ કર્યું હતું. રાહુલ ગાંધીના આગમનની માહિતી મળતાં બરોડાના કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દુરાજ નરવાલ અને ગોહાનાના ધારાસભ્ય જગબીર સિંહ મદીના ગામ પહોંચ્યા હતા. તો બીજી તરફ રાહુલ ગાંધી વિશે માહિતી મળતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ તેમને મળવા પહોંચ્યા હતા.

ખેતરમાં ટ્રેક્ટર ચલાવ્યું : ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી શનિવારે સવારે દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા. કુંડલી બોર્ડર પર પહોંચ્યા બાદ તેણે અચાનક પોતાનો કાર્યક્રમ બદલી નાખ્યો અને સોનીપત તરફ પ્રયાણ કર્યું હતું. આ પછી રાહુલ ગાંધી મુરથલ થઈને ગોહાના જવા રવાના થયા હતા. સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી બરોડા વિધાનસભાના મદીના ગામ પહોંચ્યા. મદીના ગામમાં પહોંચ્યા પછી તેમણે જોયું કે ખેડૂતો ડાંગરના પાકનું વાવેતર કરી રહ્યા છે. તેમની સાથે રાહુલ ગાંધીએ પણ ડાંગરનું વાવેતર કર્યું હતું. ખેડૂતો અને ગ્રામજનો સાથે વાત કરીને રાહુલ ગાંધીએ તેમની સમસ્યાઓ જાણી. રાહુલ ગાંધી પણ ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધી ટ્રકમાં બેઠા : આ પહેલા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રાહુલ ગાંધી ટ્રકમાં બેઠેલા જોવા મળ્યા હતા. રાહુલે ચંદીગઢથી અંબાલા સુધી ટ્રકમાં બેસીને સવારી કરી હતી. તે સમયે પણ રાહુલ ગાંધી દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા. આ દરમિયાન તેમણે ટ્રેકર્સ સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ જાણી.

  1. Rahul Gandhi Defamation Case : પૂર્ણેશ મોદીના વકીલ હર્ષદ ટોળિયાએ હાઇકોર્ટના અવલોકનનું મહત્ત્વ જણાવ્યું
  2. Rahul Gandhi Defamation Case: રાહુલ ગાંધીની અરજી હાઇકોર્ટે ફગાવતા બંને પક્ષના વકીલે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
  3. Opposition Unity Meeting: વિપક્ષ એકતા બેઠકમાં થયો નિર્ણય, લાલુ યાદવની સલાહ પર લગ્ન કરશે રાહુલ ગાંધી!

Last Updated : Jul 8, 2023, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.