નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક બુક-લૉન્ચ ઈવેન્ટમાં (Rahul Gandhi On BSP) કહ્યું કે, બસપાના વડા માયાવતીએ આ વખતે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Assembly election 2022) એટલા માટે નથી લડી કારણ કે, તેઓ સીબીઆઈ, ઈડી અને પેગાસસથી ડરતા હતા.
આ પણ વાંચો: કેન્દ્રીય પ્રધાન શેખાવત અને મહેશ જોશી વચ્ચે ઘર્ષણ, શેખાવતે કહ્યું- હું ખોટો હોઈશ તો રાજકારણ છોડી દઈશ
માયાવતીએ ચૂંટણી ન લડી: રાહુલ ગાંધીએ કહ્યું, 'માયાવતીજીએ ચૂંટણી પણ લડી ન હતી. રસ્તો ખુલ્લો છોડી દીધો. અમે તેને જોડાણની ઓફર કરી હતી, પરંતુ તેણે જવાબ આપ્યો ન હતો. કાંશીરામજીએ યુપીમાં દલિતોનો અવાજ ઉઠાવ્યો, જો કે તેની અસર કોંગ્રેસ પર પડી. પરંતુ હવે માયાવતીજી દલિતોના અવાજ માટે લડી રહ્યાં નથી.
આ પણ વાંચો: Korea Open: પીવી સિંધુની કોરિયા ઓપન સેમી ફાઇનલમાં થઇ હાર
RSS પર આકરા પ્રહાર: કોંગ્રેસ સાંસદે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Congress MP lashes out at RSS) પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આપણે બંધારણની રક્ષા કરવી છે. બંધારણને બચાવવા માટે આપણે આપણી સંસ્થાઓની રક્ષા કરવી પડશે. પરંતુ તમામ સંસ્થાઓ RSSના હાથમાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે એવા નેતાઓ છે જે માત્ર સત્તા માટે જીવે છે. તેઓ હંમેશા સત્તા મેળવવાનું વિચારે છે. હું સત્તાની વચ્ચે જન્મ્યો હતો, પણ પ્રમાણિકતાથી કહું તો મને તેમાં રસ નથી. તેના બદલે હું દેશને સમજવાનો પ્રયત્ન કરું છું.