ચંદીગઢઃ કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલસિંહ તથા એના છ સાથીદારોની શનિવારે ધરપકડ કરી લેવામાં આવી છે. જલંધર પાસેથી એની ધરપકડ કરવામાં આવી છે. એના સમર્થકો એ આ અંગેની જાણકારી આપી હતી. જોકે, આ મામલે પોલીસ તરફથી કોઈ પ્રકારની ખાતરી કરવામાં આવી નથી. વારિસ પંજાબ દેના પ્રમુખસિંહના કેટલાક સમર્થકોએ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કર્યા હતા. આ સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, પોલીસ એમનો પીછો કરી રહી છે.
-
Internet services suspended in Punjab till Sunday: Officials
— Press Trust of India (@PTI_News) March 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Internet services suspended in Punjab till Sunday: Officials
— Press Trust of India (@PTI_News) March 18, 2023Internet services suspended in Punjab till Sunday: Officials
— Press Trust of India (@PTI_News) March 18, 2023
વીડિયો શેર થયાઃ એક વીડિયોમાં અમૃતપાલ એક વાહનમાં બેઠેલો જોઈ શકાય છે. પણ એના સમર્થકો એવું કહે છે કે, પોલીસકર્મીઓ અમૃતપાલસિંહનો પીછો કરી રહ્યા છે. અન્ય સમર્થકે એવો વીડિયો શેર કર્યો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોલીસ એમને પકડવા માટે યોજના બનાવી રહી છે. ગત મહિને અમૃતપાલસિંહ અને તેના સમર્થક તલવાર તેમજ પિસ્તોલ જેવા હથિયારો સાથે અમૃતસર શહેરના બહારના વિસ્તાર ગણાતા એરિયામાં ઘુસી આવ્યા હતા. અજનાલા ચોકીમાં પણ તેઓ ઘુસી ગયા હતા. અમૃતપાલના સંગઠનના એક નજીકના વ્યક્તિને છોડાવવા માટે પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ ગઈ હતી.
ઈન્ટરનેટ બંધઃ પંજાબમાં એની ધરપકડને લઈને રવિવાર સુધી ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. જેથ ખોટા કોઈ જૂના કે નવા વીડિયો ફોરવર્ડ ન થઈ શકે. એક ઉચ્ચ અધિકારીએ આ અંગેની જાણકારી મીડીયા સાથે શેર કરી હતી. અમૃતપાલની સામે કુલ ત્રણ કેસ ફાઈલ થયેલા છે. જેમાંથી બે અજનાલા પોલીસચોકીમાં છે. પોલીસ એમને ઘણા લાંબા સમયથી પકડવા માટે તૈયારીઓ કરી રહી હતી. શાહકોટ મસલિયા વિસ્તારમાં યોજાનારા એક કાર્યક્રમમાં તે આવવાનો હતો એવી પોલીસને ચોક્કસ બાતમી હતી.
-
Punjab Police has launched action against Khalistani sympathiser Amritpal Singh and his aides. Details awaited. pic.twitter.com/mhrlf6HY7A
— ANI (@ANI) March 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Punjab Police has launched action against Khalistani sympathiser Amritpal Singh and his aides. Details awaited. pic.twitter.com/mhrlf6HY7A
— ANI (@ANI) March 18, 2023Punjab Police has launched action against Khalistani sympathiser Amritpal Singh and his aides. Details awaited. pic.twitter.com/mhrlf6HY7A
— ANI (@ANI) March 18, 2023
આ પણ વાંચોઃ Punjab News: માણસામાં 6 વર્ષના બાળકની હત્યા, મુસેવાલાના પરિવારે મૃતકના પરિવારને પાઠવી સાંત્વના
ઑપરેશન પ્લાનઃ આ માટે ગુરૂદ્વારામાં મોટી સંખ્યામાં એના સમર્થકો એકઠા થઈ ગયા હતા. છુપી રીતે પોલીસે અમૃતપાલસિંહને પકડી લેવા માટે પોલીસે ચોક્કસ ઓપરેશન ડીઝાઈન કર્યું હતું. આ માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સને જવાબદારીઓ આપવામાં આવી હતી. અમૃતપાલ જલંધર રવાના થતા પોલીસે એમનો પીછો કરવાનું ચાલું કરી દીધું હતું. આશરે આઠ જિલ્લાઓની પોલીસ એનો પીછો કરી રહી હતી. પીછો કરતી વખતે પોલીસે અચાનક અમૃતપાલના કાફલાને રોકી લીધો હતો. પછી અમૃતપાલ અને તેના છ સાથીઓની ધરપકડ કરી લીધી હતી.