ETV Bharat / bharat

શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્યા પુરી જગન્નાથ મંદિરના દ્વાર , વેક્સિનેશન સર્ટી અથવા નેગેટિવ RT-PCR જરૂરી - Odisha News

ભગવાન જગન્નાથનું વિશ્વ વિખ્યાત મંદિર કોરોનાની બીજી લહેર વચ્ચે 24 એપ્રિલથી ભક્તો માટે બંધ કરી દેવાયુ હતું ત્યારબાદ કોરોનાની બીજી લહેરની અસર ઘટી રહી છે ત્યારે આજથી ફરી મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. 16 થી 20 ઓગસ્ટ સુધી સ્થાનિક ભક્તો જ મંદિરમાં પ્રવેશી શકશે જ્યારે 23 ઓગસ્ટથી તમામ ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે. જો કે કોરોના ન ફેલાય તે માટે મંદિર અને સ્થાનિક તંત્ર દ્વારા દિશા નિર્દેશો જાહેર કરાયા છે જેમાં આવનારા તમામ ભક્તો માટે વેક્સિનેશન સર્ટી અને 96 કલાકની અંદર કરાવેલો નેગેટિવ RT-PCR જરૂરી રહેશે. મંદિર દર વિકેન્ડમાં અને મોટા ત્યોહારો પર બંધ રહેશે.

Puri Jagannth temple
પુરી જગન્નાથ મંદિર
author img

By

Published : Aug 16, 2021, 10:51 AM IST

પુરી: ભગવાન જગન્નાથનું વિશ્વ વિખ્યાત મંદિર આજથી નગરજનો માટે ફરી ખોલવામાં આવ્યું છે. પુરી નગરપાલિકા વિસ્તારના રહેવાસીઓને 16 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે અને દર્શનનો સમય સવારે 7 થી સાંજે 7 રહેશે. તેમજ પુરી બહારના તમામ ભક્તો માટે 23 ઓગસ્ટ, 2021થી પવિત્ર દર્શન માટે પરવાનગી આપવામાં આવશે.

મંદિરમાં ભીડ ન થાય અને કોરોના ન ફેલાય તે માટે આ રીતે રખાશે તકેદારીઓ

આ વર્ષે જગન્નાથ રથયાત્રા સમયે પુરી જગન્નાથ મંદિર 24 એપ્રિલે બંધ કરી દેવામાં આવ્યું હતું. મંદિરને ફરી ખોલવા માટે દિશા નિર્દેશો અનુસાર વીકેંડ અને મોટા ત્યોહારોમાં મંદિર બંધ રહેશે. કોરોના ન ફેલાય તે માટે મંદિર પરિસરને સાફ કરવા માટે શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે સાર્વજનિક દર્શન માટે બંધ રહેશે. આ સિવાય સ્થાનિક પ્રશાસને નિર્ણય કર્યો છે કે મંદિરમાં ભીડ ન થાય અને કોરોના ન ફેલાય તેના માટે કોઈ પણ ત્યોહાર કે મહોત્સવ પર મંદિર બંધ રાખવામાં આવશે. તેમજ રાજ્ય બહારથી આવેલા ભક્તો માટે 96 કલાકની અંદર કરાવેલો RT-PCR રિપોર્ટ નેગેટિવ ફરજીયાત રહેશે અથવા વેક્સિનેશન સર્ટી સાથે રાખવું પડશે.

જાણો શું કહ્યું પુરી કલેક્ટરે

અમે સ્થાનિકોને દર્શન કરવા માટે અલગ અલગ સમયના ટોકન ફાળવ્યા છે જેથી તમામ લોકો એક સાથે મંદિરમાં એકઠા ન થાય તેમજ મંદિરના એન્ટ્રી પોઈન્ટ્સ પર હેન્ડ સેનિટાઈઝરની વ્યવસ્થા અને ઓળખની ચકાસણી માટે પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. વૃદ્ધ અને દિવ્યાંગ ભક્તોને દર્શનમાં કોઈ તકલીફ ન થાય તે માટે અલગ લાઈનની સુવિધા કરવામાં આવી છે. : પુરી કલેક્ટર સમૃદ્ધ વર્મા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.