ETV Bharat / bharat

ભ્રષ્ટાચારના આરોપમાં પંજાબના આરોગ્ય પ્રધાન સામે કાર્યવાહી

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને એક મોટું પગલું ભરતા આરોગ્ય પ્રધાન વિજય સિંગલાને બરતરફ કરી દીધા છે. સિંગલા પર અધિકારીઓ પાસેથી કમિશન માંગવાનો આરોપ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, માનને મજબૂત પુરાવા મળ્યા છે કે આરોગ્ય પ્રધાન ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે.

પંજાબ સરકારના પહેલા પ્રધાનની પડી વિકેટ, લાંચ લેવાનો હતો આરોપ

author img

By

Published : May 24, 2022, 2:12 PM IST

Updated : May 24, 2022, 2:45 PM IST

ચંદીગઢઃ ​​પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને પોતાની જ સરકારના આરોગ્ય પ્રધાન વિજય સિંગલાને (Vijay Singla Removed From Post Of Cabinet Minister) હટાવી દીધા છે. વિજય સિંગલા સામે ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા બાદ મુખ્યપ્રધાન ભગવંત માને આ કાર્યવાહી કરી છે. ભગવંત માને પંજાબ પોલીસને વિજય સિંગલાની વિરુદ્ધ કેસ નોંધવા માટે પણ સૂચના આપી છે.

  • Punjab Minister Vijay Singla arrested by Anti-Corruption Branch. He was sacked by CM Bhagwant Mann following corruption allegations against him.

    (File photo) pic.twitter.com/VsfCPuGTCn

    — ANI (@ANI) May 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિજય સિંગલાના ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આરોપ : વિજય સિંગલા ભગવંત માનની આગેવાની હેઠળની સરકારમાં આરોગ્ય પ્રધાન હતા. વિજય સિંગલા પર અધિકારીઓ તરફથી કોન્ટ્રાક્ટ પર એક ટકા કમિશનની માંગણી અને ભ્રષ્ટાચારની ફરિયાદો આવી રહી હતી. વિજય સિંગલાના ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આરોપ અંગે મજબૂત પુરાવા મળ્યા બાદ મુખ્યપ્રધાન ભગવંત માને તેમને તેમની કેબિનેટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.

આ પણ વાંચો: QUAD ઈન્ડો પેસિફિક ક્ષેત્ર માટે રચનાત્મક એજન્ડા સાથે આગળ વધી રહ્યું છે: PM મોદી

વિજય સિંગલા પર કાર્યવાહી : વિજય સિંગલા પર કાર્યવાહી કરતા ભગવંત માને કહ્યું કે, અરવિંદ કેજરીવાલે મને કહ્યું કે હું એક પૈસાની બેઈમાની, બેઈમાની સહન કરી શકતો નથી. મેં વચન આપ્યું કે તે થશે નહીં. અમે એવા લોકો છીએ જે આંદોલનમાંથી બહાર આવ્યા હતા અને તે આંદોલન ભ્રષ્ટાચાર વિરુદ્ધ હતું.

કેસમાં મારી સરકારના પ્રધાન સામેલ ભગવંત માન : ભગવંત માને વધુમાં કહ્યું કે, મારા ધ્યાન પર એક કિસ્સો આવ્યો હતો. આ કેસમાં મારી સરકારના પ્રધાન સામેલ હતા. એક કોન્ટ્રાક્ટમાં મારી સરકારના પ્રધાન એક ટકા કમિશન માગતા હતા. આ કેસ વિશે માત્ર હું જ જાણતો હતો. આ કેસને દબાવી શકાયો હોત, પરંતુ આમ કરવું છેતરપિંડી હશે. એટલા માટે હું તે પ્રધાન વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યો છું. તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રધાનનું નામ વિજય સિંગલા છે અને તેમની સામે કેસ નોંધવામાં આવી રહ્યો છે.

વિજય સિંગલાએ પોતાનો ગુનો કબૂલ્યો : વિજય સિંગલાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. CMએ કહ્યું, વિજય સિંગલાએ આરોગ્ય મંત્રાલયમાં ભ્રષ્ટાચાર કર્યો છે. વિજય સિંગલાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. હું તમને બધાને કહેવા માંગુ છું કે, આમ આદમી પાર્ટીની સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ રાખશે. આઝાદી બાદ બીજી વખત આ કામ કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલે 2015માં ભ્રષ્ટાચારના આરોપમાં પોતાના પ્રધાનને હટાવ્યા હતા.

આ પણ વાંચો: કેદારનાથમાં ફોટો પડાવતી વખતે આ દિવંગત અભિનેતાને લોકો કરશે યાદ

વિજય સિંગલાને બીજી વખત ચૂંટણી જીતનારા નેતા : વિજય સિંગલાને બીજી વખત ચૂંટણી જીતનારા નેતાઓ પર ધ્યાન આપીને પ્રધાન બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, દિલ્હીના હેલ્થ મોડલને આગળ વધારનારી આમ આદમી પાર્ટીની સરકારે વિજય સિંગલાને પોતાના સૌથી મહત્વપૂર્ણ મંત્રાલયની જવાબદારી સોંપી હતી, પરંતુ પ્રધાન બન્યાના 2 મહિનામાં જ તેમને પોતાનું પદ ગુમાવવું પડ્યું હતું.

Last Updated : May 24, 2022, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.