ETV Bharat / bharat

Punjab Legislative Assembly Election 2022: કેપ્ટન અમરિંદર સિંહનું એલાન, BJP સાથે મળીને ચૂંટણી લડશે

કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે, આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Legislative Assembly Election 2022)માં તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (punjab lok congress party), ભાજપ અને સુખદેવ સિંહ ઢિંડસાની પાર્ટી (sukhdev singh dhindsa's party) સાથે મળીને ચૂંટણી લડશે. કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી પંજાબ લોક કૉંગ્રેસ (captain amrinder singh punjab lok congress)ને ચૂંટણી પંચથી પરવાનગી નથી મળી. પંજાબમાં આગામી વર્ષે ફેબ્રુઆરી બાદ વિધાનસભા ચૂંટણી થવાની સંભાવના છે

Punjab Legislative Assembly Election 2022: કેપ્ટન અમરિંદર સિંહનું એલાન, BJP સાથે મળીને ચૂંટણી લડશે
Punjab Legislative Assembly Election 2022: કેપ્ટન અમરિંદર સિંહનું એલાન, BJP સાથે મળીને ચૂંટણી લડશે
author img

By

Published : Dec 6, 2021, 4:08 PM IST

  • કેપ્ટન BJP અને ઢિંડસાની સાથે મળીને ચૂંટણી લડશે
  • પોતાની નવી પાર્ટી પંજાબ લોક કૉંગ્રેસની ઑફિસનું ઉદ્ઘાટન કર્યું
  • અમરિંદર સિંહે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું

ચંદીગઢ: પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે જાહેરાત કરી છે કે, તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (captain amrinder singh punjab lok congress), ભાજપ અને સુખદેવ સિંહ ઢિંડસાની પાર્ટી સાથે મળીને આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Legislative Assembly Election 2022) લડશે.

ભાજપ અને સુખદેવ સિંહ ઢીંડસાની પાર્ટી સાથે ચૂંટણી લડશે લોક કૉંગ્રેસ

અમરિંદર સિંહે સોમવારના ચંદીગઢ (amarinder singh in chandigarh)માં પોતાની નવી પાર્ટી પંજાબ લોક કૉંગ્રેસની ઓફિસ (punjab lok congress office)નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી ભાજપ અને સુખદેવ સિંહ ઢીંડસાની પાર્ટી સાથે લડવાની જાહેરાત કરી. કેપ્ટને કહ્યું કે, તેમની આ વિશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાત થઈ છે. સીટોની વહેંચણીને લઇને જલદી નિર્ણય લેવામાં આવશે.

સુખદેવ સિંહ ઢીંડસાની પાર્ટી સાથે સીટ શેરિંગ કરશે

પંજાબમાં ગઠબંધનના પ્રશ્ન પર અમરિંદર સિંહે કહ્યું કે, "સૈદ્ધાંતિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે, હવે સીટોની વહેંચણી કરવી પડશે. અમે ઢીંડસાજીની પાર્ટી (શિઅદ સંયુક્ત) સાથે સીટોની વહેંચણી પણ કરીશું. હું બંને પક્ષોને કહીશ કે આપણે વિજેતા ઉમેદવારોને પસંદ કરવા પડશે અને તેમનું સમર્થન કરવાનું રહેશે."

વિધાનસભા ચૂંટણી જીતવાનો ઉદ્દેશ

પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું કે, "અમારો ઉદ્દેશ પંજાબ વિધાનસભા ચૂંટણી જીતવાનો છે અને અમે આમાં સફળ થઇશું." તેમણે આગળ કહ્યું કે, "પાર્ટીમાં સામેલ થવા માટે સદસ્યતા અભિયાન 10 દિવસ પહેલા શરુ કરવામાં આવ્યું હતું. દરેક જિલ્લામાં કમિટી (lok congress committee in district) પણ બનાવવામાં આવી રહી છે, જેથી લોકો પાર્ટીમાં સામેલ થઈ શકે."

અમરિંદરની પાર્ટીને ચૂંટણી પંચ તરફથી પરવાનગી નથી મળી

ઉલ્લેખનીય છે કે, પંજાબમાં સત્તાધારી કૉંગ્રેસમાં લાંબી ખેંચતાણ (punjab congress crisis) બાદ કેપ્ટન અમરિંદર સિંહે આ વર્ષે સપ્ટેમ્બરમાં મુખ્યપ્રધાન પદથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તેમણે કૉંગ્રેસ પાર્ટીથી પણ રાજીનામું આપી દીધું હતું અને પછી તેમણે નવી પાર્ટીની જાહેરાત કરી હતી. જો કે અત્યારે કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી પંજાબ લોક કૉંગ્રેસને ચૂંટણી પંચ (election commission of india)થી પરવાનગી નથી મળી. પંજાબમાં આગામી વર્ષે ફેબ્રુઆરી બાદ વિધાનસભા ચૂંટણી થવાની સંભાવના છે.

આ પણ વાંચો: Two plus two summit: ભારત-રશિયા સંબંધો સ્થિર અને મજબૂત: વિદેશ પ્રધાન જયશંકર

આ પણ વાંચો: Suspended Members of Rajya Sabha : રાજ્યસભાના 12 સભ્યોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.