ન્યૂઝ ડેસ્કઃ નવજોતસિંહ સિદ્ધુ ભારત દેશ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા યશસ્વી ખેલાડી હતાં. જેઓ હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યાં છે. તો, રાજકીય કારકિર્દીમાં પણ આજે મળેલી હાર બાદ વિરામ લેવાનો સમય આવી ગયો છે. સિદ્ધુએે ભારત દેશની ક્રિકેટ ટીમ વતી 51 ટેસ્ટ અને 136 એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમનો રાઈટી બેટ્સમેન તરીકે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટિંગમાં ઘણીવાર પોતાનુ કૌશલ્ય પુરવાર કરી ચુક્યાં છે.
સાંસદ પણ છે સિદ્ધુ
ક્રિકેટર તરીકે તેઓ 1983થી 1999 સુધી સક્રિય રહ્યા. તેઓ લોકસભાના સાંસદ તરીકે પણ કાર્યભાર સંભાળી ચૂક્યાં છે. તેઓ ટેલીવિઝનના પડદા પર પણ હાસ્ય કલાકારોના કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે પોતાનું યોગદાન કરતા પણ જોવા મળે છે.
પંજાબ કોંગ્રેસ માટે શિરદર્દ બની રહ્યાં
છેવટે પંજાબ વિધાનસભા ચૂંટણીઓના ભણકારા નજીક આવવા લાગ્યાં ત્યાં સુધીમાં તો બગાવતી સ્વભાવના નવજોતસિંહ સિદ્ધુ કોંગ્રેસમાંથી નીકળી જ ગયાં. પંજાબ કોંગ્રેસ માટે શિરદર્દ બની રહેલા સિદ્ધુના વળી મનામણાં ચાલ્યાં ને કેપ્ટનને ગાદી પરથી ઊતરાવીને જંપેલા સિદ્ધુ પક્ષના પ્રમુખ પદે આરુઢ થયાં હતાં. હવે નવા મુખ્યપ્રધાન નિમાયેલા ચરણજીતસિંહ ચન્ની સાથે પણ તેમને ખાસ જામ્યું નહીં અને અંતર બનાવી લીધું હતું.
આ પણ વાંચોઃ Punjab Elections Results 2022 : કેપ્ટનની નૈયા ડૂબી, અમરિન્દરસિંહ પટિયાલા શહેર બેઠક પર ચૂંટણી હારી ગયાં
હાર સ્વીકારી લીધી
પોતાની વાકકલાના પ્રભાવે મનોરંજનની દુનિયામાં આગવો સિક્કો જમાવનારા નવજોતસિંહને છેવટે તેમણે કરેલો કલહ ભારે પડ્યો હોય એમ પંજાબની જનતાએ ચૂંટણીમાં 6750 મતોના જાકારાથી પંજાબ વિધાનસભાની બહાર કરી દીધાં છે. પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુએ પોતાને મળેેલી હાર સાથે કોંગ્રેસને મળેલી હારને પણ જનતાનો આદેશ માનીને સ્વીકારી લીધી છે.
નવજોતસિંહ સિદ્ધુની રાજકીય સફર
2004 અને 2009માં ભાજપની ટિકિટ પર અમૃતસર લોકસભા બેઠક પરથી ચૂંટાયાં
2014માં અમૃતસરથી ટિકિટ કેન્સલ થતાં તેઓ રોષે ભરાયા હતાં
ભાજપે તેમને 2016માં રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતાં
2017માં નારાજ સિદ્ધુ કોંગ્રેસમાં જોડાયા હતાં
આ બાદ અમૃતસર પૂર્વમાંથી પંજાબ વિધાનસભાની ચૂંટણી જીત્યાં અને કેપ્ટનની સરકારમાં પ્રધાન બન્યાં
2019માં કેપ્ટન સાથેના વિવાદ બાદ સિદ્ધુએ પંજાબના કેબિનેટ પ્રધાન તરીકે રાજીનામું આપ્યું
કેપ્ટન અમરિંદર સિંહ અને મુખ્યપ્રધાન ચન્નીથી સતત ઘેરાયેલા રહ્યાં
તેમની સામે અમૃતસર પૂર્વ વિધાનસભા બેઠક પરથી શિરોમણી અકાલી દળના બિક્રમજીતસિંહ મજીઠિયા ચૂંટણી લડી રહ્યા છે
વિધાનસભા ચૂંટણીમાં પ્રતિસ્પર્ધીઓ
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ (Congress state president Navjot Singh Sidhu) અને શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલના સાળા બિક્રમસિંહ મજીઠિયા સામે ભૂતપૂર્વ IAS જગમોહન સિંહ રાજુને મેદાનમાં ઉતાર્યાં હતાં.
સિદ્ધુ સતત વિવાદોના કેન્દ્રમાં રહેવાનું જાણે છે
ભાજપે ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુને રાજકારણના દાવપેચ શીખવ્યાં હતાં પણ જ્યારે 2014માં તેમને ટિકીટ ન મળી તો તેઓ ખૂબ જ નારાજ થઇ ગયાં હતાં. સત્તાવિહોણા રહેવાને બદલે નવજોતસિંહે પલટી મારી અને ભાજપને દેખાડી દેવાના ઇરાદે કોંગ્રેસનો 2017માં હાથ ઝાલી લીધો. કોંગ્રેસે તેમને સારા માનપાન આપ્યાં અને પંજાના નિશાન પર સિદ્ધુ અમૃતસર પૂર્વ બેઠક વિધાનસભા ચૂંટણી જીતી ગયાં . તેઓ કેપ્ટન અમરિન્દરસિંહની સરકારમાં પ્રધાનપદુ પામ્યાં. જોકે નવી અને જૂની પેઢીની નેતાગીરીનું અંતર આ બંને વચ્ચે ખૂબ જ મુખર બની ગયું અને પંજાબ સહિત રાષ્ટ્રીય કોંગ્રેસના આલા કમાન્ડને ખળભળાવતું રહ્યું હતું.