ETV Bharat / bharat

તમામ મંત્રીઓ સાથે પંજાબના મુખ્યપ્રધાન પદેથી કેપ્ટન અમરિંદર સિંહે આપ્યું રાજીનામું - અમરિંદર સિંહનું રાજીનામું

પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહેલા છેલ્લા લાંબા સમયના આંતરિક વિખવાદ બાદ હવે મુખ્યપ્રધાન પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપી દીધું છે.

તમામ મંત્રીઓ સાથે પંજાબના મુખ્યપ્રધાન પદેથી કેપ્ટન અમરિંદર સિંહે આપ્યું રાજીનામું

author img

By

Published : Sep 18, 2021, 5:15 PM IST

  • પંજાબના મુખ્યપ્રધાન પદેથી અમરિંદર સિંહે રાજીનામું આપ્યું
  • અમરિંદરથી નારાજ હતા ધારાસભ્યો અને નવજોત સિંહ સિદ્ધુ
  • છેલ્લા લાંબા સમયથી પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહ્યું હતું આંતરિક ઘર્ષણ

ચંદીગઢ: પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહેલા છેલ્લા લાંબા સમયના આંતરિક વિખવાદ બાદ હવે મુખ્યપ્રધાન પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપી દીધું છે. કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના રાજ્યપાલ બનવારી પુરોહિતની મુલાકાત કરીને તેમને રાજીનામું સોંપી દીધું છે. તેમની સાથે તેમના મંત્રીમંડળે પણ રાજીનામું સોંપી દીધું છે. તેઓ 20 ધારાસભ્યો અને સાંસદો સાથે રાજભવન પહોંચ્યા હતા.

જેમના પર ભરોસો હોય તેમને મુખ્યપ્રધાન બનાવો: અમરિંદર સિંહ

રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, મારા ઉપર સરકાર ન ચલાવી શકવાની કોંગ્રેસ હાઈકમાન્ડને શંકા છે. તેઓ ઇચ્છે તેને મુખ્યપ્રધાન બનાવે. તેમણે કહ્યું કે, મેં સવારે કૉંગ્રેસ અધ્યક્ષ સાથે વાત કરી હતી અને મેં તેમને કહી દીધું હતું કે હું રાજીનામું આપી રહ્યો છું. અમરિંદર સિંહે કહ્યું કે, "જેના પર હાઈકમાન્ડને ભરોસો છે તેને પંજાબનો આગામી મુખ્યપ્રધાન બનાવે. મને લાગે છે કે તેમને મારા પર ભરોસો નથી."

40 ધારાસભ્યોએ ખોલ્યો હતો કેપ્ટન સામે મોરચો

કેપ્ટનના દીકરા રનિંદર સિંહે કર્યું હતું ટ્વીટ

અમરિંદર સિંહની વિરુદ્ધ 40 ધારાસભ્યોએ મોરચો ખોલ્યા બાદ પાર્ટીએ શનિવારના ધારાસભ્ય દળની બેઠક બોલાવી. આ બેઠક સાંજે 5 વાગ્યા સુધી ચાલી. આ પહેલા કેપ્ટન અમરિંદર સિંહ રાજભવન પહોંચ્યા હતા. તેમની સાથે તેમની પત્ની પરનીત કૌર પણ હતી. આ ઉપરાંત કેપ્ટન સમર્થક ધારાસભ્યો પણ હાજર હતા. તો આ પહેલા કેપ્ટનના દીકરા રનિંદર સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'પિતા સીએમ પદેથી રાજીનામું આપશે.'

કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવા પર વાંધો ઉઠાવ્યો હતો

સૂત્રો પ્રમાણે પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણના કારણે અમરિંદર અપમાનિત થયા હોવાનું મહેસૂસ કરી રહ્યા છે. આ ઉપરાંત કેપ્ટનના રાજીનામા બાદ પંજાબ કૉંગ્રેસમાં વિદ્રોહ ભડકે તેવી શક્યતાથી ઇનકાર ના કરી શકાય. સૂત્રો પ્રમાણે કેપ્ટન અમરિંદર સિંહે સોનિયા ગાંધીને ફોન કરીને AICC દ્વારા તેમને વિશ્વાસમાં લીધા વગર કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવા પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, જો આ જ રીતે તેમને પાર્ટીમાં નજરઅંદાજ કરવામાં આવતા રહેશે તો તેઓ સીએમ બન્યા રહેવા માટે રાજી નથી.

ભાજપે કૉંગ્રેસ પર કર્યો કટાક્ષ

બીજી તરફ પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ પર ભાજપે કૉંગ્રેસ પર પ્રહાર કર્યો છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે, જહાજ જ્યારે ડૂબવાનું હોય ત્યારે ડોલવા લાગે છે. તેમણે અંબાલામાં કહ્યું કે, પંજાબ કૉંગ્રેસ એ જ રીતે હિંચકા ખાઈ રહી છે. આ જ કારણે તેમને પરસ્પર ઘર્ષણ થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.