ETV Bharat / bharat

Punjab Assembly Election: પરિણામો પહેલા જ ધારાસભ્યોને બચાવવાની રેસ, જાણો કોની રણનીતિ? - પંજાબ વિધાનસભા ચૂંટણી

પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election)ના પરિણામો પહેલા પંજાબનું રાજકારણ ગરમાયું છે. કારણ કે, અનેક પ્રકારના રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે અને પરિણામો પહેલા જ રાજકીય પક્ષો સરકાર બનાવવાની યોજનાઓ તૈયાર કરી રહ્યા છે.

Punjab Assembly Election: પરિણામો પહેલા ધારાસભ્યોને બચાવવાની રેસ, જાણો કોની રણનીતિ

author img

By

Published : Mar 7, 2022, 8:40 AM IST

ચંદીગઢ: પંજાબ વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election)ના પરિણામો આવવાના બાકી છે, પરંતુ રાજકીય પક્ષો (Punjab Political Parties) સત્તા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. આ રાજકીય માહિતી વચ્ચે સૂત્રોના હવાલાથી કોંગ્રેસ સાથે જોડાયેલા મોટા સમાચાર (Punjab Election News) સામે આવી રહ્યા છે.

ધારાસભ્યોને રાજ્યની બહાર મોકલવાની તૈયારી

મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાર્ટી હોર્સ ટ્રેડિંગથી બચવા માટે મોટી રણનીતિ તૈયાર કરી રહી છે. જેના કારણે કોંગ્રેસ પોતાના વિજેતા ઉમેદવારોને રાજસ્થાન અથવા છત્તીસગઢ મોકલવાની તૈયારી કરી રહી છે. આ સાથે સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે, આમ આદમી પાર્ટી પણ પોતાના ધારાસભ્યોને રાજ્યની બહાર મોકલવાની તૈયારી કરી રહી છે. આ કારણે ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસ પોતાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને રાજસ્થાન અથવા છત્તીસગઢ મોકલી શકે છે, જ્યારે આમ આદમી પાર્ટી પોતાના ધારાસભ્યોને દિલ્હીમાં રાખી શકે છે.

આ પણ વાંચો- રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુઃ ગુટેરેસે કહ્યું- યુક્રેનમાં યુદ્ધવિરામ સ્થાપિત કરવું જરૂરી

રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યોને રાખવા માટે એવી દલીલ કરવામાં આવી રહી છે કે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. તેથી, રાજસ્થાનમાં ધારાસભ્યોને રાખવા પક્ષ માટે યોગ્ય રહેશે અને કોઈપણ પ્રકારનો ભય રહેશે નહીં. ચૂંટણીના પરિણામો પહેલા અનેક પ્રકારના સર્વે સામે આવી રહ્યા છે અને તેની સાથે રાજકીય પક્ષોના નેતાઓ પણ તેમના દ્વારા સરકાર બનશે તેવા ઉંચા દાવાઓ કરી રહ્યા છે.

આ પણ વાંચો- પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું મૃત્યુ, દૂતાવાસમાંથી મળી લાશ

દરમિયાન, એવી મોટી ચર્ચા ચાલી રહી છે કે, SAD-BSP ગઠબંધનને 35ની નજીક બેઠકો મળી શકે છે અને તે જ સમયે SAD દ્વારા ભાજપ સાથે ગઠબંધન પણ થઈ શકે છે. અકાલી દળ ભાજપ સાથે ગઠબંધન કરવા માટે સંપર્કમાં હોવાની માહિતી સામે આવી રહી છે. આ જ કારણ છે કે, સુખબીર બાદલ દિલ્હીમાં છે. બીજી તરફ રાજ્યમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, પંજાબમાં ત્રિશંકુ વિધાનસભાની રચના થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.