ચંદીગઢઃ ચૂંટણીની મોસમમાં કૉંગ્રેસે પણ પોતાના વચનોની (Punjab Assembly Election 2022)પેટી ખોલી દીધી છે. આમ આદમી પાર્ટીના 1000-1000 રૂપિયાના પેન્શનના જવાબમાં કૉંગ્રેસે વિદ્યાર્થીનીઓને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. , પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ(Punjab Congress President Navjot Singh Sidhu) કહ્યું છે કે કૉંગ્રેસ પાંચમા અને દસમા ધોરણમાં પાસ થનારી વિદ્યાર્થીનીઓને અનુક્રમે 5000 અને 15000 રૂપિયા આપશે. આ સિવાય 12મું પાસ કરનાર દરેક વિદ્યાર્થીનીને 20,000 રૂપિયા આપવામાં આવશે. વિદ્યાર્થિનીઓને ઉચ્ચ શિક્ષણમાં મદદરૂપ થવા ટેબ્લેટ પણ આપવામાં આવશે.
દર મહિને બે હજાર રૂપિયા આપવાનું પણ વચન
આ ઉપરાંત કૉંગ્રેસે મહિલાઓને દર મહિને બે હજાર રૂપિયા આપવાનું પણ વચન આપ્યું છે. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે પંજાબમાં ગૃહિણી મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે. દરેક કિંમતે તેમનું રસોડું ચાલુ રાખવા માટે તેમને દર વર્ષે 8 ગેસ સિલિન્ડર પણ આપવામાં આવશે.
-
Punjab | Congress will give Rs 5000 & Rs 15000 each to girl students on passing Class 5 & Class 10, respectively. We'll give Rs 20,000 to each girl student when she passes Class 12. To help girl students pursue higher studies, we'll give them computer tablets: Navjot S Sidhu,Cong pic.twitter.com/gXEnqM7g2m
— ANI (@ANI) January 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Punjab | Congress will give Rs 5000 & Rs 15000 each to girl students on passing Class 5 & Class 10, respectively. We'll give Rs 20,000 to each girl student when she passes Class 12. To help girl students pursue higher studies, we'll give them computer tablets: Navjot S Sidhu,Cong pic.twitter.com/gXEnqM7g2m
— ANI (@ANI) January 3, 2022Punjab | Congress will give Rs 5000 & Rs 15000 each to girl students on passing Class 5 & Class 10, respectively. We'll give Rs 20,000 to each girl student when she passes Class 12. To help girl students pursue higher studies, we'll give them computer tablets: Navjot S Sidhu,Cong pic.twitter.com/gXEnqM7g2m
— ANI (@ANI) January 3, 2022
આ પણ વાંચોઃ Porbandar Hospital Video Viral: પોરબંદરની હોસ્પિટલમાં કેદીઓને સુવિધા મળતી હોવાનો વીડિયો વાયરલ
આમ આદમી પાર્ટીએ પણ મહિલા મતદારોને આકર્ષવા
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ (AAM Aadmi Party)પણ મહિલા મતદારોને આકર્ષવા માટે 1000-1000 રૂપિયાનું વચન આપ્યું છે. હાલમાં જ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ 18 વર્ષથી ઉપરની દરેક મહિલાના ખાતામાં 1000-1000 રૂપિયા જમા કરવામાં આવશે. જો એક પરિવારમાં ત્રણ મહિલાઓ હોય તો ત્રણેયને એક-એક હજાર રૂપિયા આપવામાં આવશે. વૃદ્ધાવસ્થા પેન્શન મેળવનાર વૃદ્ધ મહિલાઓને પેન્શન સિવાય એક હજાર રૂપિયા પણ દર મહિને આવશે.