- જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લા (Pulwama of Jammu and Kashmir)માં રવિવારે આતંકવાદીઓએ કર્યું ફાયરિંગ (Firing)
- આતંકવાદીઓ (Terrorists)એ વિશેષ પોલીસ અધિકારી (Special Police Officer), તેમના પત્ની અને પૂત્રીની કરી હત્યા
- આતંકવાદીઓ (Terrorists)એ રવિવારે રાત્રે 11 વાગ્યે ત્રણેય લોકો પર ફાયરિંગ કર્યું હતું
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા (Pulwama of Jammu and Kashmir) જિલ્લામાં રવિવારે આતંકવાદીઓ (Terrorists)એ એક વિશેષ પોલીસ અધિકારી (SPO), તેમના પત્ની અને પૂત્રીને ગોળી મારી તેમની હત્યા કરી હતી. આતંકવાદીઓએ રવિવારે રાત્રે 11 વાગ્યે આ ત્રણેય પર ફાયરિંગ કર્યું હતું. ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ આ હુમલાની ટિકા કરી છે. જોકે, આ ફાયરિંગમાં SPOની પૂત્રી ઈજાગ્રસ્ત થઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ પણ વાંચોઃ Shopian encounter: લશ્કર-એ-તૈયબાના આતંકવાદીએ AK-56 રાઈફલ સાથે કર્યું આત્મસમર્પણ
SOP અને તેમના પત્નીને હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ તેમનું મોત થઈ ગયું હતું
આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદી રાત્રે 11 વાગ્યે પુલવામાના અવંતિપોરા વિસ્તારના હરિપરિગામમાં SPO ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસ્યા હતા અને તેમના પરિવાર પર ફાયરિંગ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પરિવારના સભ્યોના હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં SOP અને તેમના પત્ની રાઝા બેગમનું મોત થયું હતું. SPO ફૈયાઝ અહમદની પૂત્રી રફિયાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. આ હુમલા પછી સુરક્ષાબળના જવાનોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને શોધવા તપાસ અભિયાન શરૂ કરી દીધું છે.
આ પણ વાંચોઃ JK : ઇસ્લામિક ધર્મગુરુ સરજન બરકતીની ફરી ધરપકડ
SPOની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા
આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા જમ્મુ-કાશ્મીર પોલીસના SOP ફૈયાશ અહમદ અને તેમના પત્નીને સોમવારે સવારે હરિપરિગામમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. SPOની અંતિમ યાત્રામાં હજારો લોકો સામેલ થયા હતા. તે દરમિયાન તમામ લોકો ભાવુક થઈ ગયા હતા.
જમ્મુ-કાશ્મીરના રાજકીય દળોએ પોલીસકર્મી, તેમના પરિવાર પર હુમલાની ટિકા કરી
જમ્મુ-કાશ્મીરના મુખ્ય ધારાના રાજકીય દળોએ પુલવામા જિલ્લામાં એક વિશેષ પોલીસ અધિકારી (SPO), તેમની પત્ની અને પૂત્રીની હત્યાની ટિકા કરી હતી. આ સાથે જ આ ઘટનાને નિંદનીય, કાયરતાપૂર્ણ કૃત્ય અને એક પ્રકારનું આતંકવાદ ગણાવ્યું હતું. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, હું જમ્મુ-કાશ્મીર પોલીસના SPO, તેમના પત્ની અને પૂત્રી પર થયેલા આતંકવાદી હુમલાની ટિકા કરું છું. હું પ્રાર્થના કરું છું કે, તેમની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ દુઃખના સમયે ભગવાન શક્તિ આપે.
ભાજપના પ્રવક્તા અને મહેબૂબા મુફ્તીએ પણ દુઃખ વ્યક્ત કર્યું
ભારતીય જનતા પાર્ટી (BJP)ના જમ્મુ-કાશ્મીરના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે પણ આ ઘટનાને કાયરતાપૂર્ણ ગણાવી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, કોઈ પણ પોલીસકર્મીના ઘરમાં ઘૂસીને તેમને અને તેમના પરિવારના સભ્યોની હત્યા કરવી એ આતંકવાદી પ્રવૃત્તિ છે. જેમણે પણ આ કામ કર્યું છે. તેમની હું ટિકા કરું છે. આ ઉપરાંત મહેબૂબા મુફ્તીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.