- પશ્ચિમ બંગાળમાં ભાજપ રેલીઓનું આયોજન કરી રહી છે
- આજે અમિત શાહ પશ્ચિમ બંગાળમાં રેલીઓ યોજશે
- પશ્ચિમ બંગાળમાં અમિત શાહ યોજશે રોડ શો
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી વિજય પતાકા લહેરાવવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. ત્યારે ભાજપ રેલીઓનું આયોજન કરી રહી છે. આજે આ જ ક્રમમાં ગૃહપ્રધાન અમિત શાહ છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટે રાજ્યમાં બે રોડ શો અને બે ચૂંટણી જાહેર સભાઓને સંબોધન કરશે.
અમિત શાહ રેલીઓ યોજશે
અમિત શાહ સવારે 11:30 વાગ્યે તેહટ્ટામાં જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ કૃષ્ણાનગર ઉત્તરમાં દિવસના એક વાગ્યે રોડ શોમાં જોડાશે. મળતી માહિતી મુજબ, અમિત શાહ બપોરે 3 વાગ્યે બૈરકપુરમાં એક રોડ શો કરશે. અંતમાં અમિત શાહ ખરદાહામાં સાંજે 4.45 કલાકે એક રોડ શો કરવા જઇ રહ્યા છે.
આ પણ વાંચો: પ્રચારના પ્રતિબંધો પૂરા થતાંની સાથે જ મમતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા
ભાજપના પ્રચારકોએ તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, અભિનેતા મિથુન ચક્રવર્તી સહિત પક્ષના ઘણા સ્ટાર પ્રચારકોએ ભ્રષ્ટાચારના આરોપો પર સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
આ પણ વાંચો: અમિત શાહના મમતા દીદી પર આકરા પ્રહારો, કૂચબિહારની ઘટનામાં રાજકારણ દૂ:ખદ
મતની ગણતરી 2 મેના રોજ થશે
રાજ્યમાં 294 સભ્યોની વિધાનસભા માટે આઠ તબક્કામાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કો 27 માર્ચે હતો અને અંતિમ તબક્કો 29 એપ્રિલ છે. મતની ગણતરી 2 મેના રોજ થશે.
ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ પૂર્ણ બાદ મમતાના ભાજપ પ્રહાર
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ પૂર્ણ થયાની થોડીક મિનિટ પછી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું હતું કે, તેમને ચૂંટણી પ્રચારથી અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેનર્જીએ કહ્યું કે, તે જમીન સાથે જોડાયેલી યોદ્ધા છે અને ભાજપને ધમકાવવાની રણનીતિ સામે ઝૂકીશ નહિ.