- પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું
- શુભેન્દુ અધિકારીએ પ્રતિક્રિયા આપી
- નંદિગ્રામના ભાજપના ઉમેદવાર છેઃ શુભેન્દુ અધિકારી
કોલકાતા: પશ્ચિમ બંગાળના નંદિગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતા અને નંદીગ્રામના પક્ષના ઉમેદવાર શુભેન્દુ અધિકારીના કાફલાને તેમના મત વિસ્તારના અસદતલા ખાતેથી અટકાયતમાં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આરોપ છે કે તેના કાફલાને TMCના કાર્યકરોએ અટકાવ્યો હતો. સુરક્ષા કર્મચારીઓની મદદથી તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ મમતા વિરુદ્ધ શુભેન્દુ વિરુદ્ધ મિનાક્ષી – નંદીગ્રામની 70-30 ફોર્મ્યુલા
આ એક ચોક્કસ સમુદાયના કેટલાક લોકો દ્વારા આ હરકત કરવામાં આવીઃ શુભેન્દુ અધિકારી
આ જ સમયે શુભેન્દુ અધિકારીએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે આ એક ચોક્કસ સમુદાયના કેટલાક લોકો દ્વારા આ હરકત કરવામાં આવી છે. તેનાથી કોઈ ફરક પડશે નહીં. પોલીસ હજી વિચારી રહી છે કે મમતા બેનર્જી રાજકીય રીતે જીવીત છે અને ચૂંટણી પંચ દિલ્હીમાં ચૂપચાપ બેઠું છે.
આ પણ વાંચોઃ શુભેન્દુએ નંદિગ્રામમાં ગુનેગારોને આશરો આપ્યાની TMCએ ચૂંટણી પંચને ફરિયાદ કરી