ETV Bharat / bharat

UPમાં તાવ-ડેન્ગ્યુથી મોત મામલે બોલ્યા પ્રિયંકા ગાંધી, કહ્યું- કોવિડથી યોગી સરકાર કંઈ જ ના શીખી - લખનૌ સમાચાર

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં તાવથી બાળકો સહિત 100થી વધારે લોકોના મોતને લઇને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે યોગી સરકારને કહ્યું છે કે, વાયરલ ફીવરથી 100થી વધારે લોકોના જીવ જવાના સમાચાર પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

UPમાં તાવ-ડેન્ગ્યુથી મોત મામલે બોલ્યા પ્રિયંકા ગાંધી

author img

By

Published : Sep 3, 2021, 4:55 PM IST

  • UPમાં તાવથી 100 લોકોના મોત
  • પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને યોગી સરકાર પર કર્યો પ્રહાર
  • સ્વાસ્થ્ય વ્યવસ્થા મજબૂત કરવા માટે UP સરકારે મજબૂત પગલાં ન ઉઠાવ્યા હોવાનો આરોપ

લખનૌ: કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ યુપીમાં તાવથી બાળકો સહિત 100થી વધારે લોકોના મોતને લઇને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આરોગ્ય વ્યવસ્થા સુધારવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, યુપીમાં તાવથી બાળકો સહિત 100 લોકોના મોત થયા હોવાના સમાચાર ઘણા જ ચિંતાજનક છે. ઉત્તર પ્રદેશ સરકારે હજુ પણ સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવા માટે કોઈ ચોક્કસ પગલાં ઉઠાવ્યા નથી.

યુપીમાં વાયરલ ફીવરથી 100થી વધારે લોકોના જીવ ગયા

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, યુપીમાં વાયરલ ફીવરથી 100થી વધારે લોકોના જીવ ગયા હોવાના સમાચાર પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે શું યુપી સરકારે બીજી લહેરમાં પોતાના વિનાશકારી કોવિડ મેનેજમેન્ટના ભયાનક પરિણામોથી કોઈ બોધપાઠ લીધો છે? સંભવિત સંસાધનોને સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવા અને બીમારીને ફેલવાથી રોકવા માટે પૂરતી સાવધાની રાખવાની દિશામાં નિર્દેશિત કરવા જોઇએ.

  • All possible resources should be directed towards providing healthcare to the affected and taking adequate precautions to prevent the disease from spreading. 2/2

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બાગપતમાં 22 લોકોના મોત, સહારનપુરમાં 60થી વધારે લોકો ભરતી

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં રહસ્યમય બીમારીથી લોકો સતત મરી રહ્યા છે. આને લઇને યોગી સરકાર એલર્ટ થઈ ગઈ છે. ફિરોઝાબાદમાં છેલ્લા 15 દિવસથી વાયરલ અને ડેંગ્યૂ તાવથી મરનારાઓની સંખ્યા 47 થઈ ગઈ છે. 240થી વધારે દર્દી ભરતી છે. તો મથુરામાં 10 લોકોના મોત થઈ ચૂક્યા છે, 50થી વધારે લોકો અત્યારે પણ ભરતી છે. આ જ રીતે સહારનપુરમાં 60થી વધારે લોકો ભરતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. બાગપતમાં પણ બીમારીની અસર છે. 22 લોકોના મોત થઈ ચૂક્યા છે. યુપી સરકારે બુધવારના ફિરોઝાબાદના મુખ્ય તબીબી અધિકારીની બદલી કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જીવ ગુમાવનારાઓમાં બાળકોની સંખ્યા વધારે હતી.

વધુ વાંચો: Twitter v/s Congress : પ્રિયંકાએ મૂક્યો રાહુલનો ફોટો, IYCએ બદલ્યું નામ, જાણો શા માટે થયો વિવાદ

વધુ વાંચો: લખનૌમાં કોરોનાથી નીપજતા મોતને કારણે સત્તાવાર આંકડાઓની વાસ્તવિકતા સામે પ્રશ્નાર્થ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.