ETV Bharat / bharat

પ્રિયંકા ગાંધીનો આગ્રહ, સુપ્રીમ કોર્ટ રામ મંદિર સાથે જોડાયેલા કૌભાંડની તપાસ કરાવે - શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ

છેલ્લા થોડા દિવસથી રામજન્મભૂમિ ટ્રસ્ટ અંગે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ફેસબુક પોસ્ટ કરી આ અંગે અનેક આક્ષેપ કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટથી આગ્રહ છે કે, તે રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા કૌભાંડની તપાસ કરે.

પ્રિયંકા ગાંધીનો આગ્રહ, સુપ્રીમ કોર્ટ રામ મંદિર સાથે જોડાયેલા કૌભાંડની તપાસ કરાવે

author img

By

Published : Jun 16, 2021, 2:09 PM IST

  • કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કર્યા આક્ષેપ
  • રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા કૌભાંડની તપાસની માગ
  • પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટને તપાસ કરવા આગ્રહ કર્યો

નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટથી સંબંધિત એક જમીન ડીલમાં ભ્રષ્ટાચારના આરોપને લઈને બુધવારે કહ્યું હતું કે, હાઈકોર્ટે પોતાની હેઠળ આ મામલાની તપાસ કરવી જોઈએ.

પ્રિયંકા ગાંધીએ ફેસબુક પોસ્ટ મુકી લગાવ્યો આરોપ

આ પણ વાંચોઃ રાજકીય પક્ષોએ સવાલો ઉઠાવ્યા તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આપ્યો આ જવાબ

પ્રિયંકા ગાંધીએ એક ફેસબુક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, 2 કરોડ રૂપિયાની જમીન ફક્ત 5 મિનિટ પછી વડાપ્રધાનજી દ્વારા બનાવવામાં આવેલા શ્રીરામ મંદિર નિર્માણ ટ્રસ્ટ તરફથી 18.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી. એટલે કે જમીનની કિંમત 5.5 લાખ રૂપિયા પ્રતિ સેકન્ડના દરથી વધી ગઈ હતી. આ તમામ પૈસા હિન્દુસ્તાનની જનતા દ્વારા મંદિર નિર્માણ માટે દાન સ્વરૂપે આપવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો હતો કે, જમીનની ખરીદ વેચાણ સંબંધિત અને રજિસ્ટ્રેશનમાં સાક્ષીઓના નામ એક જ છે. એક સાક્ષી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી છે, જે આરએસએસના પૂર્વ પ્રાન્તીય કાર્યવાહક રહી ચૂક્યા છે અને બીજા સાક્ષી ભાજપના નેતા અને અયોધ્યાના મેયર છે.

આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીએ કોરોનાની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર 'હમ હોંગે કામયાબ' લખી ભાવુક પોસ્ટ મુકી

ભક્તોના એક એક રૂપિયાનો ઉપયોગ સામૂહિક કાર્યમાં થવો જોઈએ, કૌભાંડમાં નહીંઃ પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, શ્રીરામ મંદિર નિર્માણ ટ્રસ્ટનું ગઠન વડાપ્રધાને કહ્યું હતું. વડાપ્રધાનના ખૂબ જ નજીકના લોકો આમાં ટ્રસ્ટી છે. ટ્ર્સ્ટના સીધો આશય વિશ્વાસથી થાય છે. વડાપ્રધાનની જવાબદારી છે કે, પ્રભુ શ્રીરામના નામ, ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા એક એક રૂપિયાનો ઉપયોગ આસ્થાથી જોડાયેલા સામૂહિક કાર્યમાં થાય, ન કે કૌભાંડમાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.