ETV Bharat / bharat

Who is Responsible Campaign - કોરોના વેક્સિન માટે અન્ય દેશ પર આધાર કેમ રાખવો પડે છે? : પ્રિયંકા ગાંધી - Who is Responsible

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોરોના વેક્સિન અંગે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. 'જવાબદાર કોણ?' અભિયાન અંતર્ગત પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને સવાલ કર્યા હતા અને જેનો જવાબ માગતા પૂછ્યું કે, જવાબદાર કોણ ( who is responsible campaign )?

priyanka gandhi
priyanka gandhi
author img

By

Published : May 26, 2021, 4:17 PM IST

Updated : May 26, 2021, 4:32 PM IST

  • પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર જવાબદાર કોણ અભિયાન ( who is responsible campaign ) અંતર્ગત નિશાન સાધ્યું
  • માત્ર 11 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળ્યો છે, જ્યારે માત્ર 3 ટકા લોકો જ પૂર્ણ વેક્સિનેશન થઇ શક્યા
  • નરેન્દ્ર મોદીના રસીકરણ કાર્યક્રમની જાહેરાત પછીના એક મહિનામાં વેક્સિનેશનમાં 83 ટકાનો ઘટાડો નોંધાયો

ઉત્તર પ્રદેશ : કોંગ્રસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર જવાબદાર કોણ અભિયાન ( who is responsible campaign ) અંતર્ગત નિશાન સાધ્યું હતું. સોશિયલ મીડિયા પર લખેલી એક પોસ્ટ મારફતે પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 15મી ઓગષ્ટના રોજ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતે ભાષણ આપતા જણાવ્યું હતું કે, તેમની સરકારે વેક્સિનેશનનો સંપૂર્ણ પ્લાન બનાવી લીધો છે. ભારતના વેક્સિન ઉત્પાદન અને વેક્સિનેશન કાર્યક્રમની વિશાળતાનો ઇતિહાસ જોતા એ વાત સ્વીકારી લેવી સહજ હતી કે, મોદી સરકાર આ કામને સારી રીતે કરશે, કેમ કે, પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ 1948માં ચેન્નાઇમાં વેક્સિન યુનિટ અને 1952માં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી ( National Institute of Virology )ની સ્થાપના કરીને ભારતના વેક્સિનેશન કાર્યક્રમને વેગ આપ્યો હતો.

આ પણ વાંચો - દેવેન્દ્ર ફડણવીસ રેમડેસીવીર ઈન્જેક્શનની જમાખોરી કરી રહ્યા છેઃ પ્રિયંકા ગાંધી

કોરોના વેક્સિન સામાન્ય લોકોનું જીવન બચાવવાના હથિયારમાંથી વડાપ્રધાનના અંગત પ્રચારનું સાધન બની ગઇ

પ્રિયંકા ગાંધીએ પોતાની પોસ્ટમાં who is responsible campaign અંતર્ગત મોદી સરકારને સવાલ કરતા લખ્યું કે, આપણે સફળતાપૂર્વક અછબડા, પોલિયો વગેરે બિમારીઓને નાબૂદ કરી છે. જે બાદ આગળ વધીને ભારત દુનિયામાં વેક્સિન નિકાસ કરતો દેશ બની ગયો છે અને આજે દુનિયાનો સૌથી વધુ રસી ઉત્પાદન કરતો દેશ બની ગયો છે. આ ઉપલ્બ્ધિઓ જાણીને દેશ ચિંતામુક્ત હતો કે, ભારતવાસીઓને કોરોના વેક્સિનેશનમાં કોઇ સમસ્યા થશે નહીં, પરંતું વરવી વાસ્તવિકતા તો એ છે કે, કોરોના મહામારીની શરૂઆતથી જ કોરોના વેક્સિન સામાન્ય લોકોનું જીવન બચાવવાના હથિયારમાંથી વડાપ્રધાનના અંગત પ્રચારનું સાધન બની ગઇ હતી. જે કારણે ભારત કમજોર દેશોની હરોળમાં શામેલ થઇ ગયો છે.

who is responsible campaign
'જવાબદાર કોણ?' અભિયાન અંતર્ગત પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને સવાલ કર્યા

સૌથી મોટો વેક્સિન ઉત્પાદક દેશ ભારત અન્ય દેશોના વેક્સિનના દાન પર નિર્ભર થઇ ગયો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું કે, આજે દુનિયાનો સૌથી મોટો વેક્સિન ઉત્પાદક દેશ ભારત અન્ય દેશોના વેક્સિનના દાન પર નિર્ભર થઇ ગયો છે. વેક્સિનેશન મામલે દુનિયાના કમજોર દેશોની યાદીમાં શામેલ થઇ ગયો છે, એવુ કેમ થયું? જવાબદાર કોણ? આજે ભારતની 130 કરોડની વસ્તીના માત્ર 11 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળ્યો છે, જ્યારે માત્ર 3 ટકા લોકો જ પૂર્ણ વેક્સિનેશન થઇ શક્યા છે. જવાબદાર કોણ? નરેન્દ્ર મોદીના રસીકરણ કાર્યક્રમની જાહેરાત પછીના એક મહિનામાં વેક્સિનેશનમાં 83 ટકાનો ઘટાડો નોંધાયો છે. જવાબદાર કોણ? ( who is responsible campaign )

આ પણ વાંચો - પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર પર કટાક્ષ, કહ્યું- સરકાર દુબઈમાં ISI સાથે વાત કરી શકે છે તો વિપક્ષ સાથે કેમ નહીં

કોરોના વેક્સિન પર હવે નરેન્દ્ર મોદીનો માત્ર ફોટો જ વધ્યો

who is responsible campaign - પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને જણાવ્યું કે, આજે મોદી સરકારે દેશને વેક્સિનની અછતમાં ધકેલી દીધા છે. વેક્સિન પર હવે માત્ર મોદીનો ફોટો જ વધ્યો છે. બાકીની જવાબદારી તો રાજ્ય પર થોપી દીધી છે. આજે રાજ્યોના મુખ્યપ્રધાનો કેન્દ્ર સરકાર પાસે કોરોના વેક્સિનની અછત હોવાની સૂચના મોકલી રહ્યા છે. કોરોના વેક્સિનની અછત પાછળ સરકારની ફેઇલ વેક્સિન પોલિસી મલૂમ થાય છે.

સરકાર પર વેક્સિનને લઇને પ્રિયંકાએ પૂછ્યા વેધક સવાલ

વિશ્વના ઘણા દેશોએ ગત વર્ષમાં જ તેમની વસ્તીથી ઘણા વધુ વેક્સિન ડોઝ ઓર્ડર કર્યા હતા, પરંતું મોદી સરકારે પહેલો ઓર્ડર જાન્યુઆરી, 2021માં માત્ર 1.60 કરોડ વેક્સિન ડોઝનો આપ્યો હતો. જે સામે ભારતી વસ્તી 130 કરોડ છે. ચાલુ વર્ષે જાન્યુઆરી-માર્ચ વચ્ચે મોદી સરકારે 6.5 કરોડ વેક્સિન વિદેશ મોકલી હતી. ઘણા દેશોને વિના મુલ્યે પણ વેક્સિન આપવામાં આવી હતી, જ્યારે ભારતમાં આ દરમિયાન માત્ર 3.5 કરોડ લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી.

- પ્રિયંકા ગાંધીએ કર્યા મોદી સરકારને સવાલો ( who is responsible campaign )

આ પણ વાંચો - ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા કેસ, પ્રિયંકા ગાંધીના યોગી સરકાર પર પ્રહાર

જનતા પૂછે છે સવાલ, વડાપ્રધાન આપે જવાબ

પ્રિયંકા ગાંધીએ જવાબદાર કોણ? અભિયાન ( who is responsible campaign )માં મોદી સરકારને કરેલા સવાલો

  • આજે દેશની જનતા વડાપ્રધાન મોદીને સવાલો પૂછી રહી છે. નરેન્દ્ર મોદીના નિવેદન અનુસાર તેમની સરકારે ગત વર્ષે જ કોરોના વેક્સિનેશનનો પૂરો પ્લાન સાથે તૈયાર હતી, તો જાન્યુઆરી, 2021માં માત્ર 1.60 કરોડ વેક્સિન ડોઝનો જ ઓર્ડર કેમ આપ્યો? - who is responsible campaign
  • મોદી સરકારે ભારતના લોકોને ઓછી વેક્સિન આપીને વધારે વેક્સિન વિદેશ કેમ મોકલાવી? દુનિયાનો સૌથી મોટો વેક્સિન ઉત્પાદક દેશ ભારતને બીજા દેશ પાસેથી વેક્સિન માંગવી પડે તેવી પરિસ્થિતિ કેમ આવી ગઇ? -who is responsible campaign
  • આ સાથે આ બેશરમ સરકાર આ વાતને પણ પોતાની ઉપલ્બ્ધીની જેમ રજૂ કરવાની કોશિશ કેમ કરી રહી છે? -who is responsible campaign

Last Updated : May 26, 2021, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.