મુંબઈ : ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને હોલીવુડ એક્ટર-સિંગર નિક જોનાસની લાડલી મેરી જોનાસ મોટી થઈ રહી છે ત્યારે તે ઘણું બધું શીખી રહી છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર સક્રિય છે અને ઘણીવાર તે તેની નાની ક્યુટ ગર્લની પ્યારી અને સુંદર ઝલક શેર કરે છે. આ દરમિયાન, દેશી ગર્લ માલતીની એક ખૂબ જ ક્યૂટ સેલ્ફી શેર કરી છે, જે તેની લાડલીએ પોતે લીધી છે. માલતીની શરારત જોઇને તમે હસી પડશો.
માલતીએ લિધિ સેલ્ફિ : પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શન પર પ્રિયંકા માલતીની તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે, 'તેણીએ કેટલીક સેલ્ફી લીધી'. શેર કરેલી ઉંધી અને અડધી અને ટેઢી -મેઢી સેલ્ફીમાં માલતી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. પ્રિયંકા ચોપરા એ તસવીરો જોઈને હસવાનું રોકી શકતી નથી કે તેની પ્રિયે સેલ્ફી લેવાની કળા શીખી છે. અભિનેત્રીએ કેપ્શન સાથે એક ઇમોજી પણ ઉમેર્યું છે.
પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી : પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની દીકરી માલતી મેરી ચોપરા જોનાસ આ વર્ષે 15 જાન્યુઆરીએ બે વર્ષની થઈ જશે. થોડા સમય પહેલા પ્રિયંકાએ ચાહકોને પોતાની નાની રાજકુમારીની ઝલક બતાવી હતી. આ દરમિયાન, પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે અમેરિકન રોમેન્ટિક કોમેડી-ડ્રામા 'લવ અગેન'માં જોવા મળી હતી. ડ્રામામાં તેમની સાથે સેમ હ્યુગન અને સેલિન ડીયોન મુખ્ય ભૂમિકામાં હતા. એક્શન-કોમેડી હેડ્સ ઑફ સ્ટેટ્સની સાથે, પ્રિયંકા ફરહાન અખ્તરની જી લે ઝારામાં આલિયા ભટ્ટ અને કેટરિના સાથે પણ જોવા મળશે.