નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ નોટિસ તેલંગાણાના શાસક પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (Telangana Rashtra Samiti)ના સાંસદો દ્વારા આપવામાં આવી છે. TRS સાંસદો રાજ્યસભાના મહાસચિવ પીસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમને PM મોદી વિરુદ્ધ નોટિસ આપી હતી.
આ પણ વાંચો: PM Modi exclusive interview : પારિવારિક પક્ષો લોકશાહીના સૌથી મોટા દુશ્મન છે : પીએમ મોદી
TRSના સાંસદોએ આરોપ લગાવ્યો
તેલંગાણા રાષ્ટ્ર સમિતિના (Telangana Rashtra Samiti) સાંસદોએ આરોપ લગાવ્યો છે કે, પીએમ મોદીએ 8 ફેબ્રુઆરીએ આંધ્ર પ્રદેશ પુનર્ગઠન બિલ પસાર કરવા અંગે રાજ્યસભામાં આપેલું નિવેદન ભ્રામક છે. વડાપ્રધાન નરેન્દ્ર વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ લાવનારા સાંસદોએ કહ્યું છે કે જ્યાં સુધી રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ તેમના વિશેષાધિકાર પ્રસ્તાવને સ્વીકારે નહીં ત્યાં સુધી તેઓ ગૃહમાંથી વોકઆઉટ કરશે.
આ પણ વાંચો: તેમને અરીસો ના બતાવો તેઓ અરીસો પણ તોડી નાખશે, લોકસભામાં પીએમના વિપક્ષ પર આકરા પ્રહાર