- બ્રિટન માટે આજનો (31 ઓગસ્ટ) દિવસ ખૂબ જ દુઃખદ છે
- 31 ઓગસ્ટ 1997એ સુંદર રાજકુમારી પ્રિન્સેસ ડાયનાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું
- પ્રિન્સેસ ડાયના અંગત જીવનમાં ખુશ ન હોવાથી વર્ષ 1996માં છુટાછેડા લીધા હતા
હૈદરાબાદઃ બ્રિટનની પ્રિન્સેસ ડાયના (Princess Diana) એક એવા વ્યક્તિ હતાં, જેમના નિધન પછી સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું હતું. ડાયનાનું મૃત્યુ કોઈ રહસ્યથી ઓછું નહતું. બ્રિટનના એક શાહી પરિવાર (Royal Family of Britain)ની સભ્ય લેડી ડાયના (Lady Diana)નું નિધન 31 ઓગસ્ટ 1997માં 36 વર્ષની વયે થયું હતું. પેરિસમાં એક રોડ અકસ્માતમાં તેમનું નિધન થયું હતું. તેમની સુંદરતા અને દાન માટે તેઓ કરોડો દિલ પર રાજ કરતાં હતાં. આજે પણ તેમની સુંદરતાનું ઉદાહરણ આપવામાં આવે છે.
આ પણ વાંચો- હેરી અને મેગનનું આગામી સંતાન હશે દિકરી, દંપતીએ કર્યો ખુલાસો
ડાયના સૌથી નાની પુત્રી હતાં
ડાયના માતાપિતાની સૌથી નાની પુત્રી હતાં. તેમના માતાપિતાના છૂટાછેડા થઈ ગયા હતા. શાળાના શિક્ષણ પછી ડાયનાએ લંડનમાં કામ કર્યું હતું. જોકે, કહેવામાં આવે છે કે, તેમને ભણવામાં વધુ રૂચિ નહતી. તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેઓ બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ (Prince Charles)ને મળ્યાં. સમાચારમાં માત્ર તેમની સગાઈની વાત હતી. 29 જુલાઈ 1981માં પ્રિન્સ ચાર્લ્સથી લગ્ન પછી લેડી ડાયના, પ્રિન્સેસ ડાયના બની ગઈ હતી.
આ પણ વાંચો- આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ લંબાવાયો, જાણો ક્યારથી થશે ફરી થરૂ
પ્રિન્સેસ ડાયના લગ્ન જીવનમાં ખુશ નહતાં
કહેવામાં આવે છે કે, લગ્નના થોડા જ અઠવાડિયા પછી પ્રિન્સેસ ડાયના ખૂબ જ દુઃખી હતાં. તેઓ એટલા દુઃખી હતા કે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રખ્યાત રાજકુમારીના સિક્રેટ ટેપ્સના ટ્રાન્સ્ક્રિપ્ટથી આ વાતનો ખુલાસો થયો હતો.
સ્વચ્છંદ વ્યક્તિત્વનાં ડાયના
પ્રિન્સેસ ડાયના હંમેશાથી સ્વચ્છંદ વ્યક્તિત્વના હતાં. તેમના વિચાર કંઈક આવા હતા, જેનાથી ખબર પડતી હતી કે, તેઓ શાહી પરિવારના બંધનોને તાડી ફેંકવા માગતાં હતાં. શાહી પરિવારના હોવા છતા તેઓ સામાન્ય લોકોની જેમ જીવન જીવવા માગતાં હતાં. ડાયના અનેક ચેરિટી કાર્યો સાથે જોડાયેલાં હતાં, જે શાહી પરિવારને પસંદ નહતું. આ કારણે તેમના અંગત જીવનમાં મુશ્કેલીઓ વધી ગઈ હતી અને 28 ઓગસ્ટ 1996માં તેમના અને પ્રિન્સ ચાર્લ્સના છૂટાછેડા થઈ ગયા હતા. બંનેના 2 બાળક પ્રિન્સ વિલિયમ્સ અને પ્રિન્સ હેરી છે.
ડાયના દૂરનું વિચારતાં હતાં
સેવાનિવૃત્ત મેજર જનરલ અને હેલો ટ્રસ્ટના સીઈઓ જેમ્સ કોવેને કહ્યું હતું કે, ડાયના પાસં ભાવનાત્મક બુદ્ધિમત્તા હતી, જેના કારણે તેઓ દૂરનું વિચારતાં હતા, પરંતુ આ સાથે જ તેઓ આના માધ્યમથી અલગ અલગ વર્ગના લોકો સુધી પહોંચ રાખતાં હતાં. કોવેનનું કહેવું છે કે, તેઓ જાણતાં હતાં કે, તેઓ આ રીતે તેમના દિલો સુધી પહોંચી શકે છે, જે તે લોકોથી તેમને અલગ બતાવે છે, જે માત્ર પોતાના પદના માધ્યમથી લોકોને પ્રભાવિત કરે છે.
ડાયનાના મૃત્યુ પર રહસ્ય અકબંધ
36 વર્ષની ઉંમરમાં પ્રિન્સેસ ડાયનાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પેરિસમાં થયેલા આ અકસ્માતમાં તેમના મિત્ર અને મિસ્રના ફિલ્ પ્રોડ્યુસર અને પ્લેબોય ડોડી અલ ફાયદ પણ મૃત્યુ પામ્યા હતા. જાણવા મળ્યું હતું કે, આ બંનેના અફેરના કારણે પપરાઝીએ તેમના અંગત જીવનમાં ઘણી દખલગીરી કરી હતી. જ્યારે પપરાઝીને પેરિસના એક હોટેલમાં બંનેને એક સાથે હોવાની જાણ થઈ હતી. ત્યારે તેઓ હોટેલમાં પહોંચ્યા હતા. એટલે સુધી કે હોટેલથી નીકળ્યા પછી પણ બંનેનો ફોટો લેવા માટે પપરાઝીએ તેમનો પીછો કર્યો હતો, જેનાથી બચવાના પ્રયાસમાં તેમની કારનો અકસ્માત થયો હતો.