ETV Bharat / bharat

PM Modi Gujarat Visit : નારીશક્તિ વંદન કાર્યક્રમમાં વડાપ્રધાને હાજરી આપી કહ્યું - મહિલા અનામતનું સપનું સાકાર થયું - undefined

પીએમ મોદી અમદાવાદમાં આજે નારી શક્તિ વંદન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. સ્ટેજ પર મહિલાઓ સાથે પીએમ મોદી, સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનનું ભૂપેન્દ્ર પટેલ, પાટીલ, મેયર અને મહિલા ધારાસભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 8:35 PM IST

Updated : Sep 26, 2023, 9:20 PM IST

અમદાવાદ : વડાપ્રધાન મોદીએ માતા-બહેનોને વંદન કરતાં કહ્યું કે, માતા-બહેનોના આશીર્વાદ મળે તેનાથી મોટું સૌભાગ્ય શું હોય શકે. અહીં આવતા પહેલા આખો દિવસ યુવાઓ સાથે જોડાયેલા કાર્યક્રમમાં હાજર હતો. આજે મને તમારા બધાનાં મોઢાં પર ખુશી જોવા મળી રહી છે, તમે તમારા ભાઈ અને દીકરાને જે કામ માટે વિશ્વાસ સાથે મોકલ્યો હતો એ કામ કર્યું છે. આ સપનું વર્ષો અગાઉ ગુજરાતની ધરતીથી આપણે જોયું હતું, આજે એ સંકલ્પ સાથે હું આવ્યો છું. હંમેશાની જેમ રક્ષાબંધન પર તમારી ઘણી રાખડીઓ મળી હતી, આપણે ત્યાં રાખડીના બદલામાં ભેટ આપવાનો રિવાજ છે. મેં પહેલેથી ગિફ્ટ તૈયારી કરી દીધી હતી, પરંતુ પહેલાં તો કહેવાય નહિ ને. નારીશક્તિ વંદન અધિનિયમ મારી બહેનોનાં સપનાં પૂરાં થવાની ગેરંટી છે. વિકસિત ભારતની ગેરંટી છે, મહિલાઓ હશે તો દેશને આગળ વધતા કોઈ રોકી નહીં શકે, હું તમને બધાને બિલ પાસ થવાની શુભેચ્છા આપું છું. બહેન, દીકરીઓ તમે જાણો છો કે આઝાદી પછી નારીશક્તિ સાથે ન્યાય નથી થયો, કોઈનો એક હાથ કે પગ બાંધો તો તમે એનાથી શું આશા રાખી શકો.

  • #WATCH | Ahmedabad, Gujarat: At the event of Nari Shakti Vandan - Abhinandan, PM Modi says, "Before reaching here, I was at the events related to the youth... I can see the happiness on your faces. This happiness is obvious... Your brother has done one more thing to earn your… pic.twitter.com/jxGjHNye1b

    — ANI (@ANI) September 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દેશ આ રીતે જ વિકાસ ન કરી શકે, મહિલા અધિકારોની વાત પર રાજકીય બહાનાં બનાવવામાં આવતાં હતાં. ગુજરાતમાં અમે મહિલાઓ માટે અનેક અભિયાન ચલાવ્યાં, મહિલાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ, સામાજિક સ્થળ પર બહેન-દીકરીઓ માટે કન્યા કેળવણી અભિયાન ચલાવ્યું હતું. મેયર, ડે મેયર, સ્ટેન્ડિંગ અને પક્ષના નેતા તમામમાંથી એક સ્થાન મહિલાને આપ્યું છે. દલિત અને આદિવાસી સમાજને પણ પદ આપ્યું છે. ગુજરાતમાં અમે જેન્ડર બજેટનો પ્રયોગ કર્યો, મહિલાઓ માટે રોજગારી વધી, મહિલાઓ માટે સરકારી યોજના બનાવી, મહિલાઓ માટે મહિલા વિકાસ કલ્યાણ વિભાગની રચના કરી, ડેરીક્ષેત્રમાં 35 લાખથી વધુ મહિલાઓ છે. આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. ગુજરાતમાં 2.5 લાખથી વધુ સખી મંડળ કાર્યરત છે, ગર્ભવતી માતાઓને પોષણ મળે એ માટે કામ કર્યું છે. - નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

નીતિ સાફ, નિયત નેક હોય તો સારાં કામ થાય છે. વડાપ્રધાન મોદીએ નીતિથી કામ કર્યું છે. ત્રિપલ તલાક, 370 અને હવે મહિલા અનામત ત્રણેય નિર્ણય તેમના કાર્યકાળમાં થયા છે. અમૃતકાળમાં સૌના પ્રયાસથી ભારતને વિકસિત કરવાનું આ પગલું છે. લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધે એ માટેનું કમિટમેન્ટ પૂરું થયું છે. - ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

દેશમાં મોટી સંખ્યામાં બહેનો છે, બહેનો સાથે કોંગ્રેસે અન્યાય કર્યો છે. અનેક વખત મહિલા અનામત બિલ લાવીને તેમનું અપમાન કર્યું છે. આજે બધો અન્યાય દૂર થયો છે. વડાપ્રઘાન મોદીની નીતિ અને નિયત છે, બહેનોને લાભ મળવો જ જોઈએ. દેશની બહેનોને અધિકાર મળે એ માટે મોદીએ પ્રયત્ન કર્યા છે. દરેક પાર્ટીના સાંસદોને મોદીને સમર્થન આપવું પડ્યું હતું, સમર્થન ન આપે તો બહેનોની નજરમાં ગુનેગાર બની જાય, બહેનોને અધિકાર આપવાનું કામ વડાપ્રધાને કર્યું છે. આપ સૌ અભિનંદન આપવા આવ્યા છો, કાર્યક્રમ પછી પહેલી વખત મોદી અમદાવાદમાં પ્રવાસે છે, બહેનો પર વિશ્વાસ છે કે તેઓ મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરશે. - સી.આર. પાટીલ

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કરાયું : પીએમ નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી. મહિલાઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. જીપમાં પીએમ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ હાજર હતા. મહિલા અનામત બિલ પસાર થતાં મહિલાઓ પીએમનું અભિવાદન કરવા પહોંચી હતી. એરપોર્ટ બહાર ગુજસેલ પાસે સ્ટેજ બનાવવામાં આવ્યું છે. નારીશક્તિ વંદન કાર્યક્રમમાં કેસરી સાફા અને ખેસ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ ઊમટી પડી હતી. પીએમ મોદી એરપોર્ટ પરથી સભા સ્થળ સુધી ખુલ્લી જીપમાં મહિલા કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું.

સ્ટેજ પર ફક્ત મહિલા નેતાઓને જ સ્થાન અપાયું : સ્ટેજ પર અત્યારે માત્ર મહિલા નેતાઓને જ સ્થાન આપવામાં આવ્યું હતું. મહિલા મોરચા પ્રમુખ દીપિકા સરડવા, અસારવાનાં ધારાસભ્ય દર્શના વાઘેલા, નરોડાનાં ધારાસભ્ય પાયલ કુકરાણી, ઠક્કરબાપા નગરનાં ધારાસભ્ય કંચન રાદડિયા, જિલ્લા પંચાયત પ્રમુખને સ્થાન આપવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળ ખીચોખીચ મહિલાઓથી ભરાયું હતું. કાર્યક્રમમાં મહિલાઓએ ગરબા પણ કર્યા હતા.

  1. PM Modi Gujarat Visit : PM નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, જાણો સંપૂર્ણ પ્રવાસની વિગત...
  2. Vibrant Gujarat Summit : કેમ નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતા બનાવવામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટની મહત્વપૂર્ણ ભૂમિકા જોવા મળી રહી
Last Updated : Sep 26, 2023, 9:20 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.