ગાંધીનગર: રાજભવનમાં આજે 'વિકસિત ભારત@2047 - વૉઈસ ઑફ યુથ' વર્કશોપ યોજાયો હતો, જેમાં દેશભરના ગર્વનરો વીડિયો કોન્ફરન્સના માઘ્યમથી જોડાયા હતાં. જ્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતાં અને કાર્યક્રમનું શુભારંભ સાથે પ્રાંસગિક સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિકસિત ભારત@2047 આઈડીયાઝ પોર્ટલનું પણ લૉન્ચિંગ કર્યું હતું.
-
The 'Viksit Bharat @ 2047: Voice of Youth' workshop is a wonderful platform for the Yuva Shakti to actively engage and contribute in the journey towards a developed India. https://t.co/JjrlHligBJ
— Narendra Modi (@narendramodi) December 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The 'Viksit Bharat @ 2047: Voice of Youth' workshop is a wonderful platform for the Yuva Shakti to actively engage and contribute in the journey towards a developed India. https://t.co/JjrlHligBJ
— Narendra Modi (@narendramodi) December 11, 2023The 'Viksit Bharat @ 2047: Voice of Youth' workshop is a wonderful platform for the Yuva Shakti to actively engage and contribute in the journey towards a developed India. https://t.co/JjrlHligBJ
— Narendra Modi (@narendramodi) December 11, 2023
સમારોહમાં PM મોદીનું સંબોધન: સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજે વિકસિત ભારતના નિર્માણને ખુબ જ મહત્વપૂર્ણ દિવસ છે. તમામ રાજ્યોના ગર્વનરો અને રાજ્ય સરકારોને વિકસિત ભારતના નિર્માણ સાથે સંકળાયેલ આ વર્કશોપનું આયોજન કરવા બદલ ખાસ અભિનંદન પાઠવ્યા હતાં. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા અને દરેક સંગઠને એ પ્રણ સાથે આગળ વધવાનું છે કે, હું જે પણ કરીસ તે વિકસીત ભારત માટે હોવું જોઈએ. આપનું લક્ષ્ય, આપનો સંકલ્પનો ધ્યેય માત્ર વિકસીત ભારત માટે હોવો જોઈએ.
મહત્વપૂર્ણ છે કે, આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં રાજભવનના મહર્ષિ દયાનંદ સભામંડપમાં યોજાયો હતો, જેમાં રાજ્યના ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા સહિત ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ, અગ્રણી શિક્ષણ સંસ્થાઓના વરિષ્ઠ સંચાલકો, શિક્ષણવિદો અને અધ્યાપકો ઉપસ્થિતિ રહ્યાં હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં 'વિકસિત ભારત@2047 - વૉઈસ ઑફ યુથ' વર્કશોપ અંતર્ગત વર્ષ 2047 માં વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનો શું યોગદાન આપી શકે ? યુવાનોની શું જવાબદારી હોઈ શકે ? યુવાનો સમાજને કઈ રીતે પ્રેરિત કરી શકે ? અને એ માટે વિશ્વવિદ્યાલયો અને શિક્ષણવિદોની શું ભૂમિકા હોઈ શકે ? એ વિશે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો.