કર્ણાટક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરુમાં તેજસ વિમાનમાં ઉડાન ભરી હતી. PM મોદી શનિવારે એટલે કે 25 નવેમ્બરે બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની ફેસિલિટી પર પહોંચ્યા હતા. PMO અનુસાર તેમણે તેજસના મેન્યુફેક્ચરિંગ હબનું નિરીક્ષણ કર્યું હતું.
-
PM Narendra Modi tweets, "Successfully completed a sortie on the Tejas. The experience was incredibly enriching, significantly bolstering my confidence in our country's indigenous capabilities, and leaving me with a renewed sense of pride and optimism about our national… pic.twitter.com/PHKG5llA2j
— ANI (@ANI) November 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">PM Narendra Modi tweets, "Successfully completed a sortie on the Tejas. The experience was incredibly enriching, significantly bolstering my confidence in our country's indigenous capabilities, and leaving me with a renewed sense of pride and optimism about our national… pic.twitter.com/PHKG5llA2j
— ANI (@ANI) November 25, 2023PM Narendra Modi tweets, "Successfully completed a sortie on the Tejas. The experience was incredibly enriching, significantly bolstering my confidence in our country's indigenous capabilities, and leaving me with a renewed sense of pride and optimism about our national… pic.twitter.com/PHKG5llA2j
— ANI (@ANI) November 25, 2023
PM મોદીએ ફ્લાઇટ પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું. તેણે લખ્યું, 'તેજસ પર સફળતાપૂર્વક ફ્લાઇટ પૂર્ણ કરી. આ અનુભવ અકલ્પનીય હતો. આ અનુભવે આપણા દેશની સ્વદેશી ક્ષમતાઓમાં મારો વિશ્વાસ ઘણો વધાર્યો છે. તેનાથી મારામાં આપણી રાષ્ટ્રીય ક્ષમતા વિશે નવેસરથી ગૌરવ અને આશાવાદની ભાવના જાગી છે.
મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સમીક્ષા કરી: એચએએલની મુલાકાત વખતે પીએમ મોદીએ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સમીક્ષા કરી હતી. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં 12 અદ્યતન Su-30MKI ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે સરકારી માલિકીની HALને ટેન્ડર બહાર પાડ્યું હતું.
વડાપ્રધાન મોદી પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે 2019માં બેંગલુરુના HAL એરપોર્ટ પરથી તેજસ ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી. તેઓ સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)માં ઉડાન ભરનાર પ્રથમ સંરક્ષણ પ્રધાન બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે PM મોદી સંરક્ષણ ઉત્પાદનોના સ્વદેશી ઉત્પાદન પર ભાર આપી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે કેવી રીતે તેમની સરકારે ભારતમાં સંરક્ષણ ઉત્પાદન અને તેમની નિકાસને પ્રોત્સાહન આપ્યું છે. ઘણા દેશો હળવા કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ ખરીદવા માટે સંમત થયા છે. યુએસ ડિફેન્સ જાયન્ટ GE એરોસ્પેસે વડાપ્રધાનની યુએસ મુલાકાત દરમિયાન MK-II-તેજસ માટે સંયુક્ત રીતે એન્જિન બનાવવા માટે HAL સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.