મધ્યપ્રદેશ - શહડોલ : આજકાલના દિવસોમાં ટામેટાં ખરીદવા પહેલાં પાકીટ તપાસી લેવું પડે એવા તેના ભાવ છે ત્યાં આ બનાવ કંઇક અલગ છાપ ઉપસાવી રહ્યો છે.ટામેટાના ભાવમાં ઘણો વધારો થયો છે, ટામેટાએ તેની કિમતોમાં સદી ફટકારી છે ત્યારે હવે તેની અસર સામાન્ય માણસના અંગત સંબંધો પર પણ જોવા મળી રહી છે. આવો એક કિસ્સો મધ્યપ્રદેશ શહડોલ જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક પતિએ શાકમાં ટામેટાં નાખતાં પત્ની એટલી ગુસ્સે થઈ કેે ઘરની બહાર નીકળી ગઈ હતી. ટામેટાંએ ઘર ઉજાડ્યું હોવાની આ ઘટનામાં પતિની ફરિયાદના આધારે પોલીસે પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધી છે.
ટામેટાંના ભાવે સંબંધો બગાડ્યાં : આજકાલ ટામેટાંના ભાવમાં ઘણો વધારો થયો છે. તેની અસર હવે સામાન્ય માણસના સંબંધો પર પણ જોવા મળી રહી છે.જેનો દાખલો શહડોલ જિલ્લાના ધનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ઘરમાં મળ્યો છે. ધનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના બેમહોરી ગામમાં રહેતા સંદીપ બર્મન એક નાનકડું ઢાબું ચલાવે છે અને ટિફિનની સેવા આપે છે. બે દિવસ પહેલા સંદીપે પત્નીને પૂછ્યા વગર જ શાકમાં ટામેટાં નાખ્યાં હતાં. પત્નીને ખબર પડી કેે શાકમાં ટામેટાં નાખ્યા છે તો તે ગુસ્સે થઈ ગઈ હતી.
ઘર છોડી ચાલી ગઇ પત્ની : શાકમાં ટામેટાં નાખવાને કારણે પત્નીની નારાજગી પતિ પર એટલી વધી ગઈ કે તેણે પોતાની નાની દીકરીને સાથે લઇને સંદીપનું છોડીને નીકળી ગઇ હતી. જોરે રીસાયેલી આ પત્ની તેની પુત્રી સાથે તેની માસીના ઘરે ગઈ છે. ઘટનાને લઇને વ્યથિત પતિએ ધનપુરી પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પત્ની ગુમ થયાની નોંધ કરી છે. બીજી તરફ ધનપુરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંજય જયસ્વાલનું કહેવું છે હતું કે, "એક યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની શાકભાજીમાં ટામેટાં નાખ્યા બાદ તેને છોડીને ક્યાંક ચાલી ગઈ હતી." મહિલા તેના એક સંબંધી પાસે ગઈ છે, તેની સાથે વાત કર્યા બાદ તેની સલાહ લેવામાં આવી છે. એવી અપેક્ષા છે કે મહિલા ટૂંક સમયમાં પરત ફરશે.
શહડોલમાં ટામેટાં 120 રુપિયે કિલો : આપને જણાવી દઈએ કે છેલ્લાં કેટલાક સમયથી ટામેટાંની કિંમતો સતત વધી રહી છે. ટામેટાંએ સદી ફટકારી છે અને તેમ છતાં તેનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે. શહડોલ જિલ્લામાં હાલમાં ટામેટાં 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. એકંદરે ટામેટાના વધતા ભાવને કારણે સામાન્ય માણસ જ ચિંતિત નથી, પરંતુ સામાન્ય માણસના પારિવારિક સંબંધોમાં પણ ખટાશ આવવા લાગી છે.