ETV Bharat / bharat

Presidential Fleet Review 2022 : વિશાખાપટ્ટનમમાં પ્રેસિડેન્શિયલ ફ્લીટ રિવ્યુનું આયોજન, લગભગ 60 નેવી જહાજો લઈ રહ્યાં છે ભાગ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President RamNath Kovind At Vishakhapatnam) આજે સોમવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં નૌકાદળના કાફલાની સમીક્ષા કરશે. રક્ષા મંત્રાલયના એક સત્તાવાર નિવેદન અનુસાર, સોમવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 12માં પ્રેસિડેન્શિયલ ફ્લીટ રિવ્યુ પ્રોગ્રામનું (Presidential Fleet Review 2022) આયોજન કરવામાં આવ્યું છે.

Presidential Fleet Review 2022
Presidential Fleet Review 2022
author img

By

Published : Feb 21, 2022, 9:33 AM IST

વિશાખાપટ્ટનમ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President RamNath Kovind At Vishakhapatnam) આજે સોમવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં નૌકાદળના કાફલાની સમીક્ષા કરશે. સંરક્ષણ મંત્રાલયના એક સત્તાવાર નિવેદન અનુસાર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પ્રેસિડેન્શિયલ 12માં ફ્લીટ રિવ્યુ (Presidential Fleet Review 2022) પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ રાષ્ટ્રપતિ વિશાખાપટ્ટનમ પહોંચ્યા છે. આંધ્રપ્રદેશના રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન, મુખ્યપ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડી, ENC ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઇસ એડમિરલ બિસ્વજિત દાસગુપ્તા અને અન્ય અધિકારીઓએ નૌકાદળ એરબેઝ INS ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ વખતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી માટે 'પ્રેસિડેન્ટ ફ્લીટ રિવ્યુ-2022 (PFR-22)' ની થીમ 'ભારતીય નૌકાદળ - રાષ્ટ્રની સેવામાં 75 વર્ષ' (Indian Navy - 75 years of service to The Nation) રાખવામાં આવી છે.

પાંચ વર્ષના કાર્યકાળમાં એકવાર ભારતીય નૌકાદળની સમીક્ષા

ઉલ્લેખનીય છે કે, ભારતના દરેક રાષ્ટ્રપતિ સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર તરીકેના તેમના પાંચ વર્ષના કાર્યકાળમાં એકવાર ભારતીય નૌકાદળની સમીક્ષા કરે છે અને PFR-22 એ 12મી સમીક્ષા છે. PFR નો ઉદ્દેશ્ય રાષ્ટ્રને ભારતીય નૌકાદળની સજ્જતા, ઉચ્ચ મનોબળ અને શિસ્તની ખાતરી આપવાનો છે.

આ પણ વાંચો : ભારતીય નૌસેનાની વધશે તાકાત, SMARTનું સફળ પરીક્ષણ

60 જહાજો અને સબમરીનનો સમાવેશ

2006 માં પ્રથમ વખત ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે અહીં નૌકાદળના કાફલાની સમીક્ષા કરી હતી. 2016માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય કાફલાની સમીક્ષા કરી હતી. PFR-22 હેઠળ કોવિંદ બે નૌકાદળના કાફલાની સમીક્ષા કરશે, જેમાં યુદ્ધ જહાજોનો સમાવેશ થશે. આ સાથે જ કોસ્ટ ગાર્ડ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને અર્થ સાયન્સ મંત્રાલયના કાફલાઓ, જેમાં 10,000 થી વધુ કર્મચારીઓ દ્વારા સંચાલિત 60 જહાજો અને સબમરીનનો સમાવેશ થશે.

રાષ્ટ્રપતિ કરશે ફ્લાય-પાસ્ટ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 50 એરક્રાફ્ટ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે અને તેઓ ફ્લાય-પાસ્ટ (President Kovind Fly past) કરશે. નૌકાદળના એક પ્રકાશન મુજબ, રાષ્ટ્રપતિ નૌકાદળના સ્વદેશી નિર્મિત ઓફશોર પેટ્રોલ વેસલ INS સુમિત્રામાં સવાર થશે, જેને ખાસ કરીને 'પ્રેસિડેન્ટની યાટ' તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે અને વિશાખાપટ્ટનમ પર ચાર કતારોમાં ઉભા રહેલા તમામ સહભાગી જહાજોને 'સ્ટીમિંગ પાસ્ટ' દ્વારા સફર કરશે.

આ પણ વાંચો : નૌસેનાની વધશે તાકાત, ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

ભારતીય નૌકાદળના અનેક જહાજો શામેલ

ભારતીય નૌકાદળની ઉડ્ડયન શાખા હેઠળ સંચાલિત તમામ એરક્રાફ્ટ ફ્લાય-પાસ્ટમાં ભાગ લેશે, જેમાં મિકોયાન મિગ-29K, બોઇંગ P-8I નેપ્ચ્યુન અને HAL ધ્રુવ Mk3 જેવા તાજેતરમાં હસ્તગત કરાયેલા એરક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવશે. નૌકાદળના જણાવ્યા અનુસાર, ફ્લાયપાસ્ટ બાદ, મરીન કમાન્ડો (માર્કોસ) આતંકવાદ વિરોધી કામગીરી અને શોધ અને બચાવ કવાયત સિવાય કેટલીક સબમરીન દ્વારા 'સ્ટીમ પાસ્ટ' કરશે. નૌકાદળે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ આ પ્રસંગે ખાસ તૈયાર કરેલા ફર્સ્ટ ડે કવર અને સ્મારક સ્ટેમ્પ પણ બહાર પાડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.