દ્વારકા : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ આજે રામ નવમીના પાવન પર્વ પર ભગવાન દ્વારકાધીશના મંદિરે સહ પરિવાર સાથે દર્શન કરવા માટે પહોચ્યા(President paid a visit to Dwarkadhish) હતા. મંદિર પરિસરમાં રાષ્ટ્રપતિને શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ વતી જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, ધનરાજ નથવાણી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે વગેરેએ તેમને સત્કાર્યા હતા. જગત મંદિર ખાતે પૂજારી દીપક, હેમલ તથા મુરલીએ રાષ્ટ્રપતિના હસ્તે ભગવાન દ્વારકાધીશની ચરણ પાદુકાનું પૂજન-અર્ચન કરાવ્યું હતું.
આ પણ વાંચો - ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહી છે સુપ્રીમ કોર્ટ અને રાજ્યોની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશોની કોન્ફરન્સ
રાષ્ટ્રપતિએ દ્વારકાધીશના દર્શન કર્યા - મંદિર પરિસરમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના રિજીઓનલ ડાયરેક્ટર નંદિની ભટાચાર્યએ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહિતના મહાનુભાવોને જગત મંદિરના સ્થાપત્ય તથા તેના ઇતિહાસ વિશે ઝીણવટ ભરી માહિતી પૂરી પાડી હતી જેને રાષ્ટ્રપતિએ ખૂબ જ રસપૂર્વક સાંભળી જરૂરી વિગતો મેળવી હતી.
આ પણ વાંચો - Madhavpur Fair 2022 : રાષ્ટ્રપતિ કોવિંદ રવિવારે માધવપુર મેળાનું કરશે ઉદ્ઘાટન, મેળા માટે કરાયું વિશેષ આયોજન