દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ને લા ગણેશનને મણિપૂરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે ગણેશન ભાજપના વરિષ્ઠ નેતા છે અને રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. ગણેશન તમિલનાડુ ભાજપા અધ્યક્ષની પણ જવાબદારી ઉપાડી ચૂક્યા છે. જુલાઈમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 8 રાજ્યોના નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા છે.
જુલાઈમાં રાષ્ટ્રપતિએ આ રાજ્યના બનાવ્યા રાજ્યપાલ
- થાવરચંદ ગહેલોતને કર્ણાટકના રાજ્યપાલ નિયુક્ત કર્યા હતા
- મિઝોરમના રાજ્યપાલ શ્રીધરન પિલ્લઈને ગોવાના રાજ્યપાલ બનાવ્યા હતા
- હરિ બાબૂ કમભમપતિને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા
- મંગૂભાઈ છગનભાઈ પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવ્યા હતા
- હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને ત્રિપૂરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા
- હિમાચલના રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા
- રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા
- ત્રિપૂરાના રાજ્યપાલ રમેશ બૈસને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા