હરિદ્વારઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind )પત્ની સવિતા કોવિંદ સાથે હરિદ્વારમાં દિવ્ય પ્રેમ સેવા મિશનના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ અવસર પર રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહ અને મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીની સાથે બાબા રામદેવ પણ હાજર હતો હરિદ્વારના દિવ્ય પ્રેમ સેવા મિશનમાં છેલ્લા એક વર્ષથી સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત દિવ્ય પ્રેમ સેવા મિશનમાં 1.25 કરોડ પાર્થિવ શિવલિંગની પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગલા દિવસે દેહરાદૂન પહોંચ્યા હતા.અગાઉ, રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહ અને મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
દિવ્ય પ્રેમ સેવા મિશન : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) આજે દિવ્ય પ્રેમ સેવા મિશનની ઉજવણીમાં ભાગ લીધો હતો. દિવ્ય પ્રેમ સેવા મિશન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રક્તપિત્તના દર્દીઓને મુખ્ય પ્રવાહ સાથે જોડવા અને તેમની તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને હરિદ્વારમાં દિવ્ય પ્રેમ સેવા મિશનની સ્થાપના 25 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આજે પણ દિવ્ય પ્રેમ સેવા મિશન રક્તપિત્તના દર્દીઓની માત્ર સંભાળ જ નથી લઈ રહ્યું, પરંતુ તેમને નવું જીવન આપવાનું કામ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, દિવ્ય પ્રેમ સેવા મિશન 26, 27 અને 28 માર્ચે તેની રજત જયંતિની ઉજવણી કરી રહ્યું છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ભાગ લેશે. દિવ્ય પ્રેમ સેવા મિશનના રજત જયંતી સમાપન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી, રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહ અને બાબા રામદેવ પણ હાજર હતા.