ETV Bharat / bharat

ઓડિશા ન્યૂઝ: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી 3 દિવસ ઓડિશાના પ્રવાસે, વિવિધ લોકાર્પણ-શિલાન્યાસ કાર્યક્રમોમાં આપશે હાજરી - મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી 3 દિવસ માટે ઓડિશાના પ્રવાસે આવી રહ્યાં છે, આ દરમિયાન તેઓ ઓડિશામાં કેટલાંક શૈક્ષણિક,સામાજીક કાર્યક્રમોમાં હાજરી આપશે, જ્યારે કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનું લોકાર્પણ કરશે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી 3 દિવસ ઓડિશાના પ્રવાસે

author img

By ANI

Published : Nov 20, 2023, 1:31 PM IST

ઓડિશા: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી 3 દિવસ માટે ઓડિશાના પ્રવાસે આવી રહ્યાં છે, આ દરમિયાન તેઓ ઓડિશામાં કેટલાંક શૈક્ષણિક,સામાજીક કાર્યક્રમોમાં હાજરી આપશે, જ્યારે કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનું લોકાર્પણ કરશે. આ અંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાની તેમની મુલાકાત આવી રહ્યાં છે. આ દરમિયાન તેઓ તેમના ગામની મુલાકાત લેશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, તેઓ રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દક્ષિણ ઓડિશા પહોંચશે જ્યાંથી તે સંબલપુર પહોંચશે," સમાચાર એજન્સી સાથે વાત કરતા કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશા અને આંધ્રપ્રદેશની પણ મુલાકાત લેશે, રવિવારે જારી એક સત્તાવાર માહિતીમાં જણાવાયું હતું. 20 થી 22 નવેમ્બર સુધી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ઓડિશાની મુલાકાતે આવી રહ્યાં છે.

3 ટ્રેનને આપશે લીલી ઝંડી: આ દરમિયાન રાષ્ટ્રપતિ પહાડપુર ગામમાં આવેલ એક કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્ર, તેમજ આગળ, તે બાદમપહાડ રેલ્વે સ્ટેશનની મુલાકાત લેશે, જ્યાંથી તેઓ ત્રણ નવી ટ્રેનો (બાદામપહાડ-ટાટાનગર મેમુ, બાદામપહાડ-રાઉરકેલા વીકલી એક્સપ્રેસ, અને બાદામપહાડ-શાલીમાર વીકલી એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.

નવા રાયરંગપુર પોસ્ટઓફિસનું ઉદ્ઘાટન: રાયરંગપુર પોસ્ટઓફિસનું સ્મારક કવર પણ બહાર પાડશે અને બાદામપહાડ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ તેઓ બાદામપહાડથી રાયરંગપુર સુધીની બાદામપહાડ-શાલીમાર એક્સપ્રેસ દ્વારા મુસાફરી કરશે. તે જ સાંજે, રાષ્ટ્રપતિ વીર સુરેન્દ્ર સાઈ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી, બુર્લાના 15મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે, જ્યારે 22 નવેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રીય શિક્ષા અભિયાન - નવા ભારત માટે નવું શિક્ષણ અભિયાનનો શુભારંભ કરાવશે." સંબલપુરમાં બ્રહ્મા કુમારીઝ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે, ત્યાર બાદ રાષ્ટ્રપતિ પુટ્ટપર્થીની મુલાકાત લેશે, જ્યાં તેઓ શ્રી સત્ય સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાયર લર્નિંગના 42માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

  1. રાષ્ટ્રપતિ મુર્મુ માઉન્ટ આબુ મુલાકાતે, બ્રહ્માકુમારીઝ આયોજિત કાર્યક્રમમાં લીધો ભાગ
  2. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ કર્યુ લોન્ચ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.