મુંબઈ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાજભવન ખાતે નવા દરબાર હોલનું (President Kovind to inaugurate new hall at Raj Bhavan) ઉદ્ઘાટન કરશે. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
આ પણ વાચો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે, આવાસ યોજનાના લાભાર્થીઓને આપશે ચાવી
કાર્યક્રમમાં મહાનુભવો હાજરી આપશે
બુધવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિના પત્ની સવિતા કોવિંદ, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, રાજ્યના PWD પ્રધાન અશોક ચવ્હાણ અને અન્ય આમંત્રિતો આ કાર્યક્રમમાં હાજરી આપશે.
આ પણ વાચો: નેપાળ આર્મી ચીફને ભારતીય સેનાના માનદ જનરલ રેન્કથી નવાજવામાં આવ્યા
હોલમાં 750 વ્યક્તિઓની બેઠક ક્ષમતા
રાષ્ટ્રપતિ ગયા વર્ષે 8 ડિસેમ્બરે હોલનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ તે દિવસે તત્કાલીન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના મૃત્યુને પગલે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. નિવેદન અનુસાર નવા હોલમાં 750 વ્યક્તિઓની બેઠક ક્ષમતા છે.